#હિંમત

ઘડિયાળમાં બે વાગતા જ બાળકો આમ તેમ થઈ ગયા, હાસ્યથી ગુંજી ઉઠેલા ઘરમાં હવે સન્નાટો છવાઈ ગયો હતો.હવે પપ્પા ગમે તે સમયે આવતા જ હશે.
2.15 pm થતાં જ પપ્પા ઘરમાં પ્રવેશી ચુક્યા હતાં. મમ્મી એ ગરમ ગરમ જમવાનું પીરસ્યું અને પપ્પા ડકાર ખાઈને જમીને ઊભાં થયાં. થોડી જ વારમાં બેડરૂમમાંથી બુમ પડી માનસી ઓ માનસી એટલા માં જ માનસીબેન બાથરૂમમાં સ્નાન માટે ગયા અને સ્નાન પછી ભીના વાળ સરખા કરતાં  સીધા બેડરૂમમાં પ્રવેશી ગયા.

થોડા સમય પછી એના બાળકોનાં હવસ ખોર પિતા પોતાના કામ પર પરત ફર્યા.
પણ માનસીબેન ની માનસિકતા તો એના પતિની હવસ આગળ રોજ આવીજ રીતે હોમાઈ જતી હતી.

આજે બાળકો ફરી બે વાગતા ચૂપચાપ બેસી રહ્યાં. પપ્પા જમીને  બેડરૂમમાં પ્રવેશી ગયા. બુમ પડી બેડરૂમ માંથી માનસી ઓ  માનસી.
આજે માનસીબેન એમના યુવા બાળકો સાથે હિંમતભેર સિટિંગરૂમ માં જ બેસી રહ્યાં.


#હિંમત

Gujarati Microfiction by Rj Tada : 111506703

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now