* જંગલ - મંગલ *
શોધું એકાંતનું અંકુર માત્ર,,,, ને મને આખું જંગલ મળે
તને મુબારક તારી દુનિયા, મને તો જંગલમાં મંગલ મળે

મારા જંગલમાં..
વર્ષોથી અડગ અડીખમ ઉભા એવા ઝાડવાં જોવા મળે
એક બીજાને ટેકો દે ને જો સુકાઈ જાય તો બાળવા મળે
ને તારી દુનિયામાં..!
દેખા-દેખી ને ખેંચા-ખેંચી કરી એકબીજાને પાડતા મળે

મારા જંગલમાં..
રીંછ, દીપડા ને જરખા જતા આવતા સામી છાતીએ મળે
આભુ ભરીને પક્ષી મળે ને જીવ-જંતુ તો માટીએ માટીએ મળે
ને તારી દુનિયામાં..!
ડગલે પગલે દગો મળે ને,, વાતે વાતે વિશ્વાસઘાત મળે

મારા જંગલમાં..
ભમે એને ભોજન મળે ને રહેવા માટે ગુફા ને રાફડા મળે
કુદરતના સો-સો કલર મળે ને જોવા જેવા વન વગડા મળે
ને તારી દુનિયામાં..!
હવનમાંય હાડકા નાખે એવા કાગડા તો કેટલાય મળે

મારા જંગલમાં..
ભલે જોખમ સાથે જીવે જીવ,, તોય આનંદ મંગલ મળે
ને તારી દુનિયામાં..!
જંગલ બચાવાની ખાલી વાતો,,,, ને ડગલે પગલે દંગલ મળે
તને મુબારક તારી દુનિયા મને તો અહીં જંગલમાંય મંગલ મળે.
-- nag

Gujarati Funny by D.r. Chaudhary : 111506165

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now