ફર્યા કરે સૌ દરબદર,
અવગણીને એકમેકની દરકાર....!
પ્રભુ,
ફેલાવી તમે ઘણીય કરુણાની ચાદર,
તોય પામર મનુષ્ય રહી બેદરકાર,
કરી જરાય ના તમારી કદર....!
મોકલ્યો કોરોના સમ અસુર,
લાવવા સહુની શાન ઠેકાણે..!
તોય સમજ્યો ના પામર,
ફરતો બની બેદરકાર ...!
ગમે ત્યાં થુંકતો,ગમે ત્યાં છિંકતો,
ના માસ્ક પહેરતો,
બાકીના સ્વસ્થ લોકોની ય
જીંદગી ફીક્સમાં મુકતો...!
સોશિયલ ડિસ્ટન્સની ય રાખતો
નથી દરકાર,
સમજાવી સમજાવીને થાકી જશે ય સરકાર...!
ઘરમાં જ રહો, ફરો ના
બહાર કામ વગર,
રહો સુરક્ષિત ને સલામત
કરો જીંદગીની કદર....!
કોરોનાકાળમા રહો ના બેદરકાર,
કરીએ સહુ એકબીજાની દરકાર..!

ૠતંભરા વિશ્વજીત
ૠત્વિશ્વ
#બેદરકાર

Gujarati Poem by Rutambhara Thakar : 111503742
Ketan Vyas 4 years ago

ખૂબ સરસ.. અદભૂત.. અસરકાર શબ્દો અને સુંદર રજૂઆત... 👌👌👌👌🏽👌🏼👌🏻👌🏾👌🏿👌🏿👌🏿👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now