કોણ જાણે મન ક્યાં દોડી જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.

લાગણીના તાંતણે નથી બંધાતા જે,
એની ફરતે તાંતણા ગૂથે જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.

સાથે હોવા છતાં સાથે નથી હોતા જે,
એની સાથે ચાલવા દોડી જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.

પ્રેમની ભાષા નથી સમજતા જે,
એને જ પ્રેમ કરવા મથે જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.

કોણ જાણે મન ક્યાં દોડી જાય છે,
બેદરકાર ની દરકાર કરીએ જાય છે.
#બેદરકાર

Gujarati Poem by Vyas J : 111503667
હરિ... 4 years ago

મસ્ત.. મસ્ત.. 👌👌

Ketan Vyas 4 years ago

ખૂબ સરસ.. અદભૂત.. અસરકાર શબ્દો અને સુંદર રજૂઆત... 👌👌👌👌🏽👌🏼👌🏻👌🏾👌🏿👌🏿👌🏿👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now