ભગવાને દુનિયા બનાવી અને કામકાજથી પરવારી ગયા. આરામપ્રિય થઇ ગયા. કોઇ કામકાજ
હતું નહિ તેથી તેમનો ટાઇમ પાસ થતો નહોતો,એટલે કંટાળી ગયા.તેમણે તેમના રહસ્ય મંત્રીશ્રી
નારદજીને પુછ્યું, કેમ લોકો મને યાદ કરતા નથી ભૂલી ગયા ?
ના ના પ્રભુ એવું નથી, પૃય્થી લોકના હવાપાણી જ એવા છે કે બધું જ બદલાઈ જાય છે.
તો શું હું પૃથ્વી લોકના હવાપાણી બદલી નાંખું ?
નાના પ્રભુ, જો જો એવી ભૂલ કરતા. તેનાથી તો પાડાને વાંકે પખાલીને ડામ જેવી વાત થશે.
મનુષ્યને સાથે બીચારા અન્ય જીવો પશુ, પંક્ષીઓ, જળચર, સ્થળચળ, વાયુચર વગેરે બધાજ જીવો
પરેશાન થશે
તો બીજો કોઈ રસ્તો છે?
હા પ્રભુ કેમ નહિ? સમસ્યા હોય તો સમાધાન તો હોય જ ને વળી.
તો ઝટ બતાવો.
પ્રભુ આપે બધા જીવોને એકસરખું પ્રદાન કરી મઓટી ભૂલ કરી છે.
હેં !! મારાથી ભૂલ થઈ ગઈ ? નારદજી શું વાત કરો છૉ ? મારાથી ભૂલ થઈ ગઈ ? કાંઇ વિજ્યાપાન કરીને તો નથી આવ્યાને ?
નાના પ્રભુ શિવરાત્રીને ગયે તો ઘણો સમય થયો તેથી વિજ્યાપાન દુર્લભ છે કિંતુ, સત્ય હકીકત એવી છે કે આપે મનુષ્યને બનાવ્યો
અને તેને પૃથ્વી પર મોકલ્યો તેજ મનુષ્ય પૃથ્વી પર જઈને આપને બનાવી ધન ઉપાર્જન કરે છે.
હેં શું વાત કરે છે?
હાપ્રભ! ક્ષમા કરશો. આપે મનુષ્યને એક રૂપ આપ્યું . બે હાથ, બે પગ, બે કાન, બે આંખો વગેરે વગેરે. ત્યારે મનુષ્યે આપના વરવા
અને વિવિધ રૂપો સર્જ્યા. ગણપતીજીને આપે ઉંદરનું વાહન આપ્યું, ત્યારે પૃથ્વી પર મનુષ્યે તેમને હેલીકોપ્ટર પર બેસાડ્યા !અરે !
કૈં કેટલાયે વાહનો આપ્યા. મહોલ્લે મહોલ્લે અને શેરીએ શેરીએ ગણપતીજી વિવિધરૂપે દર્શન આપે છે. મનુષ્યને વિચારતો કરી મુક્યો
છે કે આમાં ક્યા ગણપતી અસલી અને ક્યા નકલી ? મારે ક્યા ગણપતીને પુજવા ?

Gujarati Quotes by Umakant : 111502785

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now