આજે રેડ પડી છે મારી અંદર
ઘણું માંડ્યું છે આ ખંડેર ની અંદર

લાગણી છુપાવેલી હતી જે દિલમાં
અને ઊર્મિઓ પણ મળી દિલની અંદર

રંગે હાથે પકડાયા છે આંશુ ઓ
જેનો હીસાબ નથી આંખોની અંદર

ચોક્કસ આજીવન કેદ થશે હાવે
પારકા દુઃખ દર્દ મળ્યાં છે મારી અંદર

જેને ખાતર રેડ પડાવી હતી તે
બસ એજ ના મળ્યું તને મારી અંદર

Gujarati Poem by Rajnesh Rathod : 111502390
Ketan Vyas 4 years ago

ખૂબ સરસ... 👌👌🏽👌👌🏽👌 Visit the link... ...........to like the post .......First attempt in different language.. So.. https://quotes.matrubharti.com/111502355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now