સ્ટેશન પર ઉતરતા એણે આમ જ લીધું પૂછી,
"હેં દાદાજી, અહિં આવીને આંખો શાને લૂછી?"

સાંભળ ત્યારે, કહીને માંડી દાદાજીએ વાત,
આ ભૂમિએ આપ્યો છે સારા નરસામાં સાથ.

આ સ્ટેશન પર તારી દાદી કૂળવધૂ થઈ આવી,
આ સ્ટેશનથી તારી વ્હાલી ફીયાને વળાવી.

ગાડી પકડી આ સ્ટેશનથી પાપા ભણવા ગ્યા'તા,
આ સ્ટેશન પર જાન વધાવી મમ્મીને લાવ્યા'તા !

આ સ્ટેશનનો આ જ બાંકડો સાક્ષી એ ઘટનાનો,
તારા માટે મેં જોયેલા સઘળા સોનેરી સપનાનો !

સમય સમયનું કામ કરે છે, હાથ વછૂટ્યું ગામ,
પણ એ નક્કી જ હતું , તને ફરવા લઈ આવું આમ !

એ હરિયાળી સમૃદ્ધિમાં ખૂબ ઘટાડો જોયો,
ભાવ વિનાના ચહેરા જોઇ કોરી આંખે રોયો.

જાણું છું કે નવતર ત્યારે આવે, જુનું જ્યારે જાશે ,
એમ છતાં ના ગમતું , મૂળિયાં આ રીતે કોહવાશે !!

જર્જર સ્ટેશન, જીર્ણ બાંકડો, આંખે ખૂંચ્યો એવો,
તારા આ દાદાને વળતો પાંપણ પર પરસેવો.

સ્ટેશન પર ઉતરતાં એણે આમ જ લીધું પૂછી,
"હેં દાદાજી, અહિં આવીને આંખો શાને લૂછી?"

- નેહા પુરોહિત
Neha Purohit
via : Vibhuti Chhaya

Gujarati Hiku by Anil Bhatt : 111501212
Ketan Vyas 4 years ago

ખૂબ સરસ... સુંદર રજુઆત..... અદ્દભૂત... વિઝિટ વન્સ.. ટુ શેર યોર લાઈક એન્ડ ફીડબેક.. https://quotes.matrubharti.com/111501206

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now