સામાન્યતઃ આપણે એમ કહેતા હોઈએ છીએ કે સંબંધોમાં બંને પક્ષે સંતુલન જળવાય તો જ સંબંધ ટકી રહે છે, પણ શું ખરેખર એમ હોય છે ખરું? આપણે ઘણીવાર એવું પણ જોતા હોઈએ છીએ કે કોઈ સંબંધ લાંબો સમય સુધી નિર્વિઘ્ન ટકી રહે છે ત્યારે કોઈ એક પક્ષ ઘણું બધું સહન કરી રહ્યો હોય અથવા ઘણું બધું જતું કરી રહ્યો હોય એ શક્યતા પણ નકારી શકાય એમ તો નથી જ. ટૂંકમાં સંબંધોની બાબતમાં સંતુલનનો નિયમ સાચો પુરવાર થાય એવું બહુધા બનતું હોતું નથી. જે સંબંધોમાં ગણતરીપૂર્વક સંતુલન જાળવવાનો પ્રયાસ થતો હોય છે ત્યાં સંબંધ નહિ પણ વ્યવહાર ટકાવી રાખવાના પ્રયત્નો થતા હોય છે, કારણ કે ગણતરી લાગણીનાં સંબંધોમાં નહિ વ્યવહારોમાં થતી હોય છે.


#સંતુલન

Gujarati Thought by Hitesh Rathod : 111499647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now