જો વસમાં કરવું હોય આ મનને,
તો પારખી લે આ આખાય જગને.

ચાલ કોઈ અલગ રખડપટ્ટી કરીએ,
કંઈક નવું સોપાન આપીએ જગને.

સૌ કોઈથી કંઈ અલગ વિચાર કરવો,
દ્રષ્ટિ બદલાવી,જોઈએ આ જગને.

વિચારી વિચારીને આ ડગલું ભરીએ,
ચાલ મક્કમ બનાવીએ આખાય જગને.


પ્રતીક ડાંગોદરા

Gujarati Poem by Pratik Dangodara : 111497968

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now