વાસ્તવિક એક શબ્દ ખૂબ જ જટિલ છે સત્યને પરંતુ ખૂબ જ સમીપ હોય છે. કોઈપણ વસ્તુનું કરવામાં આવતું આબેહૂબ મૂલ્યાંકન કે જે આપણને તેના મૂલ્યમાં ગુણવત્તા વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલું હોય છે.
 
એવી જ સરસ  તમારા વાસ્તવિક વાતનું આજે વર્ણન કરવાનું છે.. વાત જાણે એમ હતી કે મારો બર્થ ડે હતો એ દિવસે અને સાચું કહું હું ઘરે જતો રજા હતી.સમય સવારે ૮.૩૦નો હતો અને મારા ઘરે કડિયા કામ ચાલતું હતું. કડિયા મજુર ની હાજરી ગણતા એક મજુર આવી શક્યો નહોતો..

"કોન્ટ્રાક્ટર એક મજુર ની હાજરી ગણીને અને કહેતા જે પણ કામ કરવું હોય આખા દિવસનું કામ સમજાવી દેતા આજે અડધો દિવસ ઈંટો ઉપર લાવવામાં આવશે. બે લેડીઝ માથા ઉપર પટ્યું લઈને ઈટો લાવવા માટે તેમણે નીચે મોકલી"

"મેં એમને પ્રશ્ન કરો એ મજુર ની જરૂરિયાત શી હતી"

" કોન્ટ્રાક્ટર એ મને કહે આજે જમીન નીચે ઈટો દેખાય છે તેની ઉપર ચડાવવાની હતી જે મંજૂર નથી આવ્યો તે હુલાડીયાનો કારીગર હતો.."

"મેં કોન્ટ્રાક્ટર સામે જોયું મને એ કામ કરતાં ફાવે છે કોન્ટ્રાક્ટ ખૂબ જ નવાઈ લાગી"

"મેં એમને સમજાવ્યા હું જ્યારે નાનો હતો નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તે સમયે અમારા ઘરે કામ ચાલતું હતું ત્યારે હું અને મારો ભાઈ બંને એક વખત ઉપરના માળે ચડાવવા માટે કામ કરેલું હતું"

"કોન્ટ્રાક્ટ હેબતાઈ થઈ ગયા.. અરે સાહેબ.. તમે રહેવા દો આજ તો આમે તમારો જન્મદિવસ છે."

"નીચે એક મજુર ઈંટો નીચે થી ઉપર તરફ ફેકે કે અને હું ઉપર થી કેચ કરતો.."

"સવારથી કામ કરતા કરતા લગભગ ૫૦૦થી વધારે ઈંટો મેં કેચ કરી ચઢાવી હતી"

"કોન્ટ્રાક્ટર જોઈને ખુશ થઈ ગયા સાહેબ થઈને પણ નાના માં નાના માણસની મદદ કરો છો"

"મેં હસીને કહ્યું તે પણ માણસને આપણે પણ માણસ છે એ વળી મહેનત કરવા માં શી શરમ ? છેલ્લે મોબાઈલ માં જોયું તો હેપી બર્થ ડે ની મેસેજ કોલ ની વણઝાર હતી.."

"સમય પ્રમાણે રીશેષ પડતા મેં બે ઉંમરલાયક બહેનોને વાતચીત કરતા જોયા વાત કરતા રડતા હતા"

"હું તેમની પાસે મેં એમને પ્રશ્ન કર્યો તમે શા માટે રડો છો એ પણ જમતી વખતે"

"બીજા બહેને  જવાબ આપ્યો તેમના ઘરવાળા ચણતર કરવાના કારીગર છે,પરંતુ આજકાલ ખૂબ જ દારૂ પીવે છે તેઓ જે હાથે કામ કરે છે હાથથી તે ઈંટો ઉચકી શકતાં નથી અને કામ કરવા જતા નથી"

"મારા પપ્પા તે સમયે મારી સાથે"

"મારા પપ્પાને બિલકુલ ખ્યાલ આવી ગયો કે તેમના હાથમાં રસોડી થઈ છે જેને લીધે તેમનાથી ઈંટો એક હાથથી બીજા હાથમાં લેતાં તકલીફ પડે છે સાંજે અમે તેમને બોલાવ્યા સમજાવ્યા ત્યાર પછીના રવિવારે હું લાલ દરવાજા જઈ જાતે તેમના હાથમાં રસોડી પર છુંદણું કરાવી તેમના ઘરે પાછો બાઈક ઉપર મૂકી ગયો.."

"ત્યાર પછીના પંદર દિવસ પછી જ્યારે અમે તેમના ઘરે ગયા તો તેમના પતિ પત્ની ખુશ થઈ ગયા મારા પતિ એકદમ સાજા થઇ ગયા છે,હવે તે દારૂની વ્યસન છોડી ને રોજ સવારે કામે નીકળી જાય છે"

" મારા અને મારા પપ્પાના પગમાં હાથ મૂકીને રડવા લાગ્યા સાહેબ આપના લીધે મને જીવન જીવવાની નવી રીત મળી નહીતો મારુ પરિવાર અત્યારે વિખરાઈ ગયું હોય"

આ જીવનની વાસ્તવિક વાર્તા છે જ્યારે તમે કોઈની મદદ કરો છો કોઈના આંસુ લુંછો તેવું કામ કરો ત્યારે સમજી લેવું આપણે ઈશ્વર આપણી સાથે છે"

 
સુનિલકુમાર શાહ

 

Gujarati Motivational by Sunil N Shah : 111494845
Sunil N Shah 4 years ago

ખુબ ખુબ આભાર..🙏

Shefali 4 years ago

ખૂબ સુંદર કાર્ય કર્યું તમે જે તમને તમારા પિતાજી પાસેથી સંસ્કારમાં મળ્યું છે 👏🙏🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now