ખુલી છે બધે જ દંભની દુકાન,
મારે તો શોધવી વાસ્તવિક દુકાન;

નથી કોઈ મળતું ક્યાંય વાસ્તવિક બોલનાર,
ને મળે તો નથી મળતું કોઈ એને સાંભળનાર;

નથી સ્વીકારી શકતા વાસ્તવિક રૂપ પોતાનું,
એટલે તો સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ આટલું;

બધે જ અનુભવાય છે દંભની બદબુ,
મારે તો અનુભવવી વાસ્તવિક ખુશ્બુ;

અઘરું છે છતાં સારું પણ છે વાસ્તવિક જીવન,
એટલે તો મને સહજ ને સ્વીકાર્ય છે એ જીવન.

#વાસ્તવિક

Gujarati Poem by Sagar : 111494683

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now