હશે ભરોસો , મંઝિલ મહોબત મળશે,
હોડી મઝધારે છે, સાહિલ તેને મળશે;

હોય છે તલાશ જિંદગી માં બધાને ય,
મન મનોરથો હકીકત માં જરુર ફળશે;

જરાક તો સુકુન છે,શુભ લાભ તણાં ને,
મુહુર્ત કોઈ રાજયોગ , અહીં જ ફળશે;

હોય છે રૂસવાઈ કદીક, દિલ્લગી ભરેલી
મોજ મસ્તી મિલનની, ઇંતજારમાં ઢળશે;

આનંદ સહજ મુક્ત ,જીવન સ્મિત ભર્યું,
ચહેરા ફુલગુલાબી , સમત્વયોગે ભળશે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111493511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now