અર્જુને કૃષ્ણને કીધું,"હે કેશવ મને મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એવી બધી ખરાબ ભાવ વિશે સમજાવો.

ત્યારે કૃષ્ણે કીધું,

કેન્ડી ખાતા વખતે એક હથેળી કેન્ડીની નીચે રાખો છો ને,

એને કહેવાય "મોહ"

😅😂🤣😀😀😁

-------------
એ કેન્ડી પુરી થઈ જાય તો પણ એની સળી ચાટતા રહો છો ને,

એને કહેવાય "લોભ"

🙄😣🤔🤗😂😅

-------------
અને સળી ફેંક્યા બાદ સમેવાળાની કેન્ડી જોઈને વિચાર આવે કે આની કેમ હજી પુરી ના થઈ,

એને કહેવાય "ઈર્ષ્યા"

😂😂🤣🤣😅😃😀😁

-------------
કેન્ડી ખાતા ખાતા કેન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં રેય ત્યારે મનમાં જે ભાવ આવે,

એને કહેવાય "ક્રોધ"

😡😠😳😬😰🤠😇

-------------
ઊંઘ પુરી થયા પછી પણ પથારીમાં 3 કલાક આળોટતા રહેવું,

એને કહેવાય "આળસ"

🙄🙄😉🤔🤣🤣😅

-------------
રેસ્ટોરન્ટમાં જમી લીધા પછી પણ મોઢું ભરીને મુખવાસ લઈએ છીએ,

એને કહેવાય "તુચ્છતા"

🤔🙄😣😁😅🤣

-------------
જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ તાળાને ખેંચતા રેવું,

એને કહેવાય "ભય"

🤣😅😅😰😬😳

------------
પાણીપુરીવાળા ને ત્યાં 5 પુરી ખાઈને બીજી 5 કોરી પુરી ખાઈ લ્યો છો ને,

એને કહેવાય "શોષણ"

😢😖😞😂🤣😃😀

------------
ફ્રુટી આખરી બુંદ સુધી પુરી થઈ ગયા પછી પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને,

એને કહેવાય "ભ્રમ"

😂🤣😀😁😅

------------
દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ 5-7 દ્રાક્ષ ખાઈ જાવ છો ને ઉપરથી મોંઘી છે કહીને નીકળી જાવ છો ને,

એન કહેવાય "અક્ષમ્ય અપરાધ"

😀😁😂🤣😃

------------
પંગતમાં બેસીને જમતી વખતે,
રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને,

એને કહેવાય "છલ"

😀😁😂🤣😃

-------------
આ ઉપરની આખી વાત વાંચીને જે હસવું આવે છે ને,

એને કહેવાય "આત્મશાંતિ"

😀😁😂🤣🤣😅😆😉

Gujarati Funny by Bhumika Vyas : 111491175

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now