ઝંખના એકલી નથી આવતી, પોતાની સાથે તરવરાટ લઈને આવે છે. સમય, સમજણ 'ને પરિસ્થિતિને અનુરૂપ ઈચ્છાઓ અને અકાંક્ષાઓ મરતી જાય છે, પણ એ ઈચ્છાઓની સાથે આવેલ તરવરાટ કયાંય જતો નથી. દેહમાં અકબંધ રહે છે. ઈચ્છાઓ બીજુ કશું જ નહીં પણ કૈક પામવાના વસ્ત્રોમાં તરવરાટ જ હોય છે. કૈક પામવાના, હાંસિલ કરવાનો, જીતવાનો ખ્યાલ મારા માટે તદ્દન નિરર્થક છે. હાસ્યપદ છે. ઈચ્છાઓને નિર્વસ્ત્ર કરી હું ભીતરના તરવરાટ સાથે એકાકાર થવા માંગુ છું. ધીરે ધીરે જૂની ઈચ્છાઓનો તરવરાટ મારી ધમનીઓમાં વિજળી બની દોડવા માંડે છે. સતત કશાંક નો કૈફ રહે છે. કૈફ વિનાનું જીવન, જીવન જ નથી. કૈફ ગમે તે ચીજનો હોય શકે, કવિતાનો, wine નો, ઉદાસીનો, સાહસી યાત્રાનો, પ્રેમનો!

Gujarati Blog by Krishna Timbadiya : 111489420

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now