સત્ય કોઈથી બેવફાઈનું ક્યાં બોલાય છે?
વફાના ત્રાજવે કેમ નારી જ તોલાય છે ?
હારી જાય છે બધી બાજી પુરુષ ત્યારે,
જીવનની શતરંજમાં કેમ નારીને જોડાય છે ?
સત્ય નિષ્ઠાની વાતો કરનારા સમાજના ઠેકેદારો ,
સેવાના સમર્પણમાં કેમ નારી જ ઝોખાય છે?
સાચા જૂઠના પારખા ન થાય પુરુષના કદી,
પવિત્રતા સાબિત કરવા કેમ નારી જ હોમાય છે ?

ઝંખના

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111489101

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now