લૉકડાઉન

બારી પાસે બેઠેલા મને

ડાળ પર સામે બેઠેલા વાનરે

તેના તીક્ષ નખોથી તેની છાતી વલૂરતાં

સવાલ કર્યોઃ

પ્રેમ એટલે શું ?

મેં પણ મારી છાતી વલૂરતાં કહ્યું

મહાબલી, તમને તો શું કહેવાનું હોય !

રોજ ઘર સફાઈ કરવી, શાક સમારી આપવું

અગાસીમાં સુકવેલાં વસ્ત્રો હસતે મુખે ફૉલ્ડ કરવાં

તેમાં પ્રેમની વ્યાખ્યા રહેલી છે !

ત્યાં અંદરથી અવાજ આવ્યોઃ

'ત્યાં બારી પાસે બેઠા બેઠા શું તાકી રહ્યા છો

આ છજલી પરથી તપેલી ઊતારી આપો જરા.'

વાનરરાજ મારા તરફ દાંતિયાં કરી

હુપા હુપ કરતા વૃક્ષની ઉપરની ડાળ પર જતા રહ્યા.

- ભરત ત્રિવેદી

5.2.2020

#કોરોના

Gujarati Poem by Rinku Panchal : 111488507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now