" ઈશ્વરે દીધેલ..."

આ એક સત્ય ધટના પર આધારીત વાર્તા છે.

મીતલ અને યશ જાણે યંત્રવત જિંદગી જીવી રહ્યા હતા. ખૂબ દવા કરી પણ મીતલનો ખોળો ન ભરાયો તે ન જ ભરાયો. હવે તેમણે દવા કરવાની પણ બંધ કરી દીધી હતી અને તેમને ભગવાન ઉપરથી ભરોસો પણ ઉઠી ગયો હતો.

અચાનક એક દિવસ યશ અને તેનો મિત્ર શહેરમાં ફરવા ગયા હતા તો પાછા ફરી રહ્યા હતા. શિયાળાની રાત હતી, રસ્તો સૂમસામ હતો અને કોઈ નાના બાળકના રડવાનો અવાજ આવ્યો. યશ બાઈકની પાછળની સીટ પર બેઠો હતો તેણે પોતાના મિત્ર ઋષભને કહ્યું કે, " કોઈ નાના બાળકના રડવાનો અવાજ આવે છે તું બાઈક ઉભું રાખ. " પણ ઋષભને આ વાત સાચી ન લાગતાં તેણે બાઈક ઉભું રાખ્યું નહિ અને તે કહેવા લાગ્યો કે, " ના ના, તને એવો ભ્રમ થાય છે યાર. " પણ પેલું બાળક જાણે યશને પોકારી રહ્યું હોય તેમ તેને ફરીથી રડવાનો અવાજ સંભળાવા લાગ્યો તેણે આ વખતે ઋષભને બાઈક રોકવા ફોર્સ કર્યો, બંને બાઈક લઈને આગળ નીકળી ગયા હતા તો થોડા પાછા આવ્યા અને ધ્યાનથી સાંભળ્યું તો ખરેખર બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

રોડ જ્યાં પૂરો થતો હતો ત્યાં સાઈડમાં કપડામાં લપેટેલું એક બાળક ઠંડીને કારણે ધ્રુજી રહ્યું હતું અને રડી રહ્યું હતું. ત્રણેક મહિનાનું બાળક હતું. બંને મિત્રો થોડી વાર સુધી ત્યાં રાહ જોતાં ઉભા રહ્યા કે કોઈ બાળકને લેવા માટે આવે છે કે નહિ પણ બાળકને લેવા કોઈ ન આવ્યું તે ન જ આવ્યું છેવટે યશ આ બાળકને ઘરે લઈ આવ્યો. અને પોતાના સંતાન તરીકે તેનો ઉછેર કર્યો. આ બાળકનું નામ તેણે " વિશ્વમ " આપ્યું. કારણ કે તે યશ અને મીતલને માટે પોતાનું વિશ્વ જ  હતું.

ઈશ્વરે દીધેલ આ બાળકના ઘરમાં આવવાથી યશ અને મીતલની જિંદગી ખુબસુરત બની ગઈ હતી. બંનેના માતા-પિતા બનવાના કોડ પૂરા થયા હતા. અને હવે બંને રાહતની જિંદગી જીવી રહ્યા હતા.

- જસ્મીન

Gujarati Story by Jasmina Shah : 111483934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now