એ નાનપણ ના મિત્રો ખોવાઈ ગયા..
સાથે સંતાકૂકડી ના ખેલ પણ ભુલાઈ ગયા..

સાથે મલી તડકા ની પણ પરવા ન કરતા અમે..
ધોધમાર વરસાદ માં કાગળ ની હોળી થી રમતા અમે..

એ ઘર ઘર ના ખેલ ભુલાઈ ગયા..
મોબાઈલ માં જ બધા વસી ગયા..

એ દોડપકડ ના ખેલ ક્યાંક નામશેષ રહ્યા..
એમાં મારા બચપણ ના કિસ્સા અમે શોધતા રહ્યા..

એ ઢીંગલી જેની સાથે આખો દિવસ વાતો કરતા અમે..
આજે વાત કરવા એને શોધતા રહ્યા..

મારું બચપન ખોવાણું..
અરે મારું બચપન ખોવાણું..

Gujarati Poem by Thakkar Princi : 111483812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now