નિષ્ફળતા આવનારી સંભાવના ભણી કરે ઇશારો,
સમય આવ્યે જ સમજાય, હતો એ ઈશનો ઇશારો!

અતિ વસમી ક્ષણો જ ક્યારેક વિરલ બનાવી જાય,
ખંખેર ઉદાસી, જો થવાય તો થા ખુદ ખુદનો સહારો!

નકરી ઘેલછામાં જીવે છે નવરાં બેઠાં-બેઠાં એ સાવ,
ભૂલો ખોળ્યા કરે ગામ આખાની, મનોરોગનો ઉતારો!

પંચાત કરે એ પારકાં કહેવાય, આપણાં ઈચ્છે ભલું!
દંભી ભાવુકતામાંથી થા મુક્ત તું, કર એનાથી કિનારો!

ગમ ખાવાનાય માપ હોય હો! ઝાઝો કરે મનમાં અપચો,
જ્યાં જરૂર હોય ત્યાં બોલવું, ભલેને ઝરતો તિખારો!!

~Damyanti Ashani

Gujarati Poem by Damyanti Ashani : 111482773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now