Happy Father's Day......

આજના દિવસે સાચું કહું તો પપ્પાને નજીકથી ઓળખવાનો કે સમજવાનો મોકો જ ઈશ્વરે ના આપ્યો. જ્યારે એ સમય આવ્યો ત્યારે એ અમને છોડી ને જતા રહ્યા.

પણ હા પપ્પાના રૂપમાં સસરા જરૂર આપ્યા. જોકે એમની નજીક જવામાં પણ માનમર્યાદા રહી. પણ હું જેટલું એમને ઓળખી શકી એ પર થી એટલું ચોક્કસ કહી શકું કે પપ્પા કદાચ બાળકો માટે એક છત જેવા હોય છે. એ હંમેશા પોતાના બાળકોને પ્રોટેકટ કરતા રહે છે. એ દરેક બાબતે બોલી નથી શકતા પણ એની નોંધ જરૂર લેતા હોય છે. પપ્પા એટલે સાયલેન્ટ મદદગાર. જે કોઈપણ આશા કે અપેક્ષા રાખ્યા વગર પોતાના બાળકોની જરૂરિયાતો અને તકલીફોમાં મદદ કરતા રહે છે. એ પોતાની જરૂરિયાતોને પોતાની અંદર જ સમાવી રાખે છે.

દુનિયામાં કદાચ બહુ ઓછા બાળકો હશે જે પોતાના પપ્પાને સમજી શક્યા હશે. બાકી એ હંમેશા ઉપેક્ષા અને અવગણનાનું જ પાત્ર રહ્યા છે. ને એનું કારણ છે એમની લાગણીઓને દબાવી રાખવાની વૃત્તિ. એમની બાળકોને સચ્ચાઈ અને દુનિયાની ઓળખ કરાવવામાં વપરાતી કઠોરતા. જેને બાળકો સમજી શકતા નથી. એમણે ક્યારેય માતાની જેમ ખૂલીને પોતાના બાળકોને કઈ ના કહ્યું. બસ જે મળ્યું એ સ્વીકારી લીધું.

Gujarati Blog by pinkal macwan : 111481411

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now