હવે દરેક વ્યક્તિ ને જેમ જેમ સુખ સગવડ પૈસા મળે છે તેમ તેમ વ્યક્તિ ની લાલશ વધતી જાય છે. એમા પણ બીજા લોકો ને દેખાવ કરવા માટે પોતાની પાસે એટલી સગવડ નહીં હોય, જરૂરિયાત વાળી વસ્તું નહીં હોય તો પણ તે લાવી ને રહશે. કારણ કે બીજા ને દેખાડવું બધાં માટે જરૂરી થઈ ગયુ છે. પછી ભલે તેની જરૂર છે કે નથી પણ સામે વાળા ને ખબર પડવી જોઈએ આપણી પાસે આટલું છે.

પણ વ્યક્તિ એવું નહી વિચારે આ આપણને ગમે છે કે નથી ગમતું, આપણાં માટે, આપણાં પરિવાર માટે સારુ છે કે નહીં બસ બીજા ની કરતાં આપણે ચડિયાતા દેખાવા જોઈએ.મારા દોસ્ત પાસે આ છે, પેલું છે, મારી પાસે કેમ નહીં?? એની પાસે મોંઘો ફોન છે તો હું પણ તેનાથી વધુ મોંઘો ફોન લઈશ.તેની પાસે મોટી ગાડી છે. તો મારી પાસે કેમ નથી. અને આવી નાની નાની વાત મન માં ઘર કરી જાય છે. તેની અસર પરિવાર માં જોવા મળે છે. માતા પિતા પાસે એટલી વ્યવસ્થા હોય કે નાં હોય પણ તેનાં બાળક બધી વ્યવસ્થા કરી આપે છે. પછી બાળક હોય કે ઘર નુ કોઈ પણ નાનું વ્યક્તિ માંગે અટલે ઘર નાં વડીલો ને લાવી દેવું પડે છે.

અને જો નાં પાડવામાં આવે તો દવા પી જાય, ગળાફાંસો ખાય જાય, હાથ ની નસ કાપી નાખે, પણ એક વાર પણ આપણે આપણા પરિવાર વિશે વિચાર નથી કરતાં. અને જો નો કરતાં હોઈએ તો ખરેખર કરવો જોઈએ.જેમણે નાના થી મોટા કર્યા આપણને અમને શું કાઈ તકલીફ નહી પડી હોઈ? પેલા તો આવી સગવડ નહોતી તો પણ બધાં શાંતિ થી જીવન જીવતાં હતાં ખુશ રેહતા હતાં. અને હાલ માં પેલાં કરતાં પણ વધું સુખ સગવડતા છે, છતાં વ્યક્તિ ખુશ નથી રેહતા.

Gujarati Thought by kakdiya vaishu : 111475797
DABHI DILIP 4 years ago

Varsha તમારી દરેક પોસ્ટ સરસ છે positive thinking 👍👍👍👍👍

Ketan Vyas 4 years ago

Interesting... nice.. .... Visit the link to like my post if found good.. use of three languages .... https://quotes.matrubharti.com/111504701

Parmar Geeta 4 years ago

સાચી વાત છે.. 👍

Vaibhav Panchal 4 years ago

Everyone's life have been become this type, no one known how to create own path.. #

મોહનભાઈ આનંદ 4 years ago

સંયમ રાખવો જોઈએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now