ગાંધીજી નાં વિચારો મારી કલમે✍️

ગાંધીજી વિશે આપ સહુ જાણો છો...એ મહાન વ્યક્તિ હતા. અને એમનું બલિદાન દેશ માટે .. કરેલી આઝાદી ની લડતો કે સત્યાગ્રહ હોય કે પછી અહિંસા નાં આંદોલનો હોય. એમનું સાદગી ભરેલું જીવન હોય કે બધાં જ ધર્મો પ્રત્યે આદર હોય. દરેક વ્યક્તિને ને કે દરેક જાતિ નાં વિકાસ
માટે એમનાં વિચારો હંમેશા ઉચ્ચ સ્તરે રહ્યા છે.

🥀એ વખતે એમણે સતત જાગરૂકતા ગામડાઓને વિકસાવવા પ્રોત્સાહન આપવા અને આગળ લાવવાની વાત કરી હતી.

તો આ વાત કેટલી સાચી છે..જો ગામડાંઓ નો વિકાસ થાય તો દેશ નો વિકાસ ખૂબ ઝડપી થાય.

🥀 બીજી વાત એમની ધર્મ વિશે હતી.. દુનિયાનાં ઘણાં દેશો એ ખૂબ પ્રગતિ કરી છે પેહલા નાં સમય કરતાં અત્યારે.
કેમકે એ બધાં દેશોમાં અંદર અંદર કોઈ ઝગડા કે વિવાદ નથી.
ગાંધીજી નાં વિચારો એ વખતે કેટલાં દૂરંદેશી હતા કે એમણે જોયું હશે કે ભારત દેશમાં કેટલાં બધાં અલગ અલગ ધર્મ છે. જોવા જાવ તો બધાં ધર્મો માં એકસરખી જ વાત છે. ઈશ્વર અલ્લાહ ઈશુ ખ્રિસ્ત, તિર્થકર , વગેરે વગેરે ધર્મો પ્રત્યે આદર. લોકો ને મદદ કરવા માટે ધર્મ માં વાત. મન ની શાંતિ મળે એવી વાતો.
પણ ગાંધીજી એ જોયું કે ધર્મ ને લઈને દેશમાં ઝગડા થતા તો એ વખતે એમણે કહ્યું હતું કે બધાં જ ધર્મો કરતા એક જ ધર્મ કરી દો. એ વખતે એમણે દૂર ની દ્રષ્ટિકોણ થી વિચાર્યું હતું.
આપણા દેશમાં ઝગડા થતા જ ગયા છે.. ધર્મ ના નામે એનાથી નુકસાન દેશને જ થયું છે. આપણો દેશ હજુ પણ ખૂબ પાછળ છે એમાનું આ પણ મુખ્ય કારણ છે. અમેરિકા, ચીન, રશિયા કેનેડા જેવા દેશો માં ભારતીયો વધુ જાય છે. દેશનું યુવાધન આજે એ દેશો માં કામ કરી રહ્યું છે.
તો ગાંધીજી એ વિચારેલું એક ધર્મ પાળતા લોકો હોય.. ઝગડા ના થતા હોય તો દેશમાં લોકો શું નવું કરવું એ વિશે વિચારતા હોય.. નવી નવી શોધ કરતા હોત. પણ આપણે તો ઝગડા કે વિવાદ માં વધુ વિચારતાં રહીએ છીએ. એવું મારું માનવું છે.
એમને અસ્પૃશ્યતા નિવારણ માટે પગલાં ભરવાની માંગ કરી હતી એ પણ ગાંધીજી નાં વિચારો ની મહાનતા અને દુરંદેશી પગલું હતું. આપણે સૈા માનવી છીએ માતા ના ગર્ભ માંથી બહાર આવીએ છીએ.લોહી એક છે.તો ધર્મ ને જાતિના વાડાઓ આપણને ક્યાં લઈ જઈ રહ્યા છે.

આવું તો આપણા મહાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ વિચારી શકે. બીજા ઘણાં બધાં એમનાં મહાન વિચારો છે.
એ સદીનાં મહાન રાષ્ટ્રપિતા ગાંધીજી ને મારાં નમન.

રુપ ✍️
#ગુજરાતીyqmotabhai #yqfamiliy

Gujarati Blog by Rupal Mehta : 111475059
Rupal Mehta 4 years ago

હાં સાચી વાત છે પરિસ્થિતિ પ્રમાણે બધું થતું હોય છે

Rupal Mehta 4 years ago

સાચી વાત છે આપની ્

મોહનભાઈ આનંદ 4 years ago

ગાંધીજી પણ ધર્મ પરિવર્તન. વિચારતા હતા, પોતે વૈષ્ણવ હોવા છતાં, પરંતુ શ્રી મદ રાજચંદ્ર એ એમને ધર્મ નું સ્વરૂપ સમજાવ્યું હતું

મોહનભાઈ આનંદ 4 years ago

ઈશ્વરે એક જ ધર્મ બનાવ્યો છે,, માનવતાનો,, એ સનાતન છે, એમાં કોઈ જાતિ ભેદ નથી, રંગ ભેદ કે સ્પૃશ્ય -અસ્પૃશય નથી દરેક ને સમાન રીતે , પોતાની રીતે જીવવાની ને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે....જેઓ પુર્ણ જ્ઞાની નથી.. પુસ્તકિયા જ્ઞાન થી ધર્મ ને મર્યાદા માં બાંધવાની મુર્ખામી કરે છે...જ મહાપુરુષો ને અપરોક્ષ અનુભૂતિ થાય છે,,, તેઓમાં કદી ભેદ દ્રષ્ટિ હોતી નથી બીજા બધા કહેવાતા ધર્મ ગુરુઓ પુર્ણ નથી .. માટે તેમની બુદ્ધિ ના નિર્ણય ખોટા ઠરતા હોય છે..ને માનવતા ખતરા માં પડી જાય છે.

Rupal Mehta 4 years ago

Thank you so much 🤗🤗

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now