શુશાંતસિંગ રાજપૂત
નામ અને શોહરતની કોઈ જ કમી નઈ, આવા વ્યક્તિને આત્મહત્યા જેવું ગુનાહિત કૃત્ય કરવું પડ્યું...આ આપણા માટે અને માણસ સમાજ માટે એક ગંભીર પ્રશ્નાર્થ બાબત સાબિત થઈ..
અહીંયા આપણે કોઈને કોઈ સલાહ નથી આપવી પણ આત્મચિંતન તો જરૂર કરવું જોઈએ કે શું આપણે એટલા એકલા અટૂલા થતા જઈએ છીએ કે આપણા મનની વાત કહી શકીએ એવા માણસો પણ આપણી પાસે નથી રહ્યા. આપણી પાસે એવા સંબંધો નથી રહ્યા કે જો ફોન વાત ન થાય તો સીધા તેના ઘરે કે ઓફિસ જતા રહીએ, એવા મિત્રો નથી રહ્યા કે જેને ગાળ બોલી શકીએ ને જેની ગાળ સાંભળી પણ શકીએ, વિના કારણ કોઈને ડીસ્ટર્બ કરી શકીએ, જો ના હોય તો ચેતી જાવ આ ચેતવણી છે અને અત્યારેજ એવા સંબંધોને ટટોટલવાનું સરું કરો અને જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સુભસવાર, સલામ-વાલેકુમ, જય જીસસ જે કેહતા હોય તે પણ સંબંધો ટાટોલો મારી અંગત સલાહ એ છે કે પેહલા એ સંબંધ ને ટાટોળજો જેને તમે સીધા ગાળ દઈ શકો.
એક વાત યાદ ખાસ રાખવી કે આપણને ઈશ્વરે પૃથ્વી પર મોકલ્યા છે. આપણે જાતે નથી આવ્યા અને એટલે તેને પરત બોલાવાની વ્યવસ્થા પણ કરેલ છે જને આપણે કૂદરતી મૃત્યુ કહીએ છીએ, એટલે જાતે જીવન પૂરું કરવું એને ગુનાહીત કૃત્ય જ કેહવાય અને એ ઈશ્વરના ગુનેહગાર બનાય.

Gujarati Blog by Rajnesh Rathod : 111474517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now