આગળ એટલે પહેલું, આગળ એટલે સામે, આગળ એટલે અગાઉ,આગળ એટલે મોખરે. જે આગળ રહે છે તે મોટેભાગે ફાવે છે તો વળી કેટલીકવાર અને કેટલીક બાબતોમાં ગુમાવે પણ છે. આપણે ત્યાં એક કહેવત છે કે આગળ બુધ્ધિ વાણિયો >જેનો અર્થ એવો થાય છે કે વણિક /વેપારી સમાજ બહુ આગળનું વિચારીને નિર્ણય /પ્લાનિંગ કરે છે અને આ કારણે તે સમાજ પ્રગતિના પંથે હોય છે, સુખી હોય છે. જે માણસ કે સમાજ આગળનું વિચારીને યોગ્ય આયોજન કરે છે તે સુખી થાય છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો કે પૂર આવે ત્યારે પાળો બાંધવાનો કોઈ અર્થ નથી . મકાનમાં ફાયરસેફટીના સાધનો અગાઉથી જ ગોઠવેલ હોય તો ક્યારેક ઓચિંતી કદાચ આગ લાગે તો તાત્કાલિક કામમાં આવે. આગળ એ એક સાપેક્ષ ખ્યાલ છે, ખરેખર તો આગળ કે પાછળ પરસ્પર અભિપ્રેત છે પેલું હિન્દી ફિલ્મી ગીત છે ને કે તિતર કે દો આગે તિતર, તિતર કે દો પિછે તિતર આગે તિતર પિછે તિતર બોલો કિતને તિતર ? આમ આગળ વાળાની પણ આગળ કોઇ હોઈ શકે છે અને ત્યારે તેનું સ્થાન પાછળ જતું રહે છે અને એ જ રીતે પાછળ વાળાની પણ પાછળ કોઈ હોય તો તે તેની પાછળના કરતાં તો આગળના સ્થાને ગણાય છે, જેમ કે P. S. I. કરતાં P. I. નું સ્થાન આગળ ગણાય છે પણ P. I. કરતાં Dy. S. P. કે S. P. નું સ્થાન આગળ ગણાય છે.સારા કામમાં આગળ ચાલનારાનું સમાજમાં માન સન્માન હોય છે તો નઠારા ક્રુત્યોમાં આગળ વધનારાને સમાજ ધિક્કારે છે આમ કાયમ સત્ કાર્યોમાં આગળ વધવું જોઈએ. સૈનિકો કાયમ દેશની સરહદે આગળ રહે છે તેથી દેશવાસીઓ દ્વારા તેમનું કેટલું આદર સન્માન કરવામાં આવે છે ! ક્યારેક એવી સ્થિતિ પણ સર્જાય છે કે આગળ પણ ના જઈ શકાય કે પાછા પણ ના વળી શકાય >આગે ભી જાના મુશ્કીલ, પીછે ભી આના મુસ્કીલ /આગળ ખીણ ને પાછળ કૂવો

Gujarati Whatsapp-Status by jaydip Lakhani : 111458580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now