શ્વાસો તો લઇ જ રહી રહી છું...
પણ હવે મારે જીવવું છે...
સપનાઓ ની પાંખો બનાવી ને ...
જીવન ગગન માં ઊડવું છે..
સમાજ ના બંધનો તોડીને,
મન માં ગમે એમ વિહરવું છે,
માતા પિતા ની સેવા કરવી છે,
એમની લાગણી સાચવવી છે,
લોકો ની મદદ કરવી છે,
એમની આંખો માં આશાઓ આંજવી છે,
ઈશ્વર ની કૃપા જે મને મળી છે,
એના થી લોકો ને ખુશી આપવી છે,
દેશ વિદેશ માં ફરવું છે,
મારે પ્રભુ ને ગમે તે કરવું છે...
અફસોસ ના રહી જાય જીવન માં કાઈ
એવું જીવન મારે જીવવું છે,
શ્વાસો તો લઇ જ રહી રહી છું...
પણ હવે મારે જીવવું છે...

https://www.youtube.com/user/swiss7860

Gujarati Poem by અમી વ્યાસ : 111456869

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now