#મંદબુદ્ધિ

કહેતું રહે લોક વારંવાર
તું તો સાવ મંદબુદ્ધિ છો.
હું કહું છું, હા! છું જ ને
તેથી જ તો જીવી શકું.

જો ચાલી મારી બુધ્ધિ
તો કંઈક કેટલાય વિનાશ
આ આંખ આડા કાન છે
તેથી સંબંધો સીવી શકું છું.

કર્યો છે દુરપયોગ લાગણીનો
વાપરી છે ઉરની ભાવનાઓ
સૂણી અંતરનાદ અંકબંધ હું
ને સહુકોઈને સાચવી શકું છું.

નોંધ મારી કયાંય લેવાતી નથી
એ પ્રિય પણ કયાં લે છે!
છતાં જગ આંગણની હું 'નાર'
વિશાળ હદય દાખવી શકું છું.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Poem by Padmaxi : 111455289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now