" અને મમતાની ગોદ ભરાઈ ગઈ...."

લગ્નને છ વર્ષ પૂરા થઇ ગયા હતા. હજી પણ મમતાની ગોદ ખાલી જ હતી. ઘણાં ડૉક્ટરોની સલાહ લીધી પણ બધાએ નિરાશાજનક જ જવાબ આપ્યો હતો. શું પ્રોબ્લેમ છે...?? કંઇ સમજાતું ન હતું.

એટલામાં મમતાના ભાઇને ત્યાં દીકરાની આશામાં ને આશામાં એક પછી એક આ ત્રીજી દીકરીએ જન્મ લીધો હતો. ભાઇની પરિસ્થિતિ પણ એટલી સારી ન હતી. મમતાને વિચાર આવ્યો કે હું મારા ભાઈની જ દીકરીને દત્તક લઇ લઉં તો કેવું...! તેણે પોતાના પતિ મનિષને આ વાત કરી, મનિષે ખુશી ખુશી સંમતિ આપી. બંનેએ પોતાના ભાઈ-ભાભીને ત્યાં ગયા અને પોતાની રજૂઆત કરી. ભાઈ-ભાભી પણ ખૂબ ખુશ થઇ ગયા તેમણે આ વાતને વધાવી લીધી બાળકીને બેન મમતાને હસ્તક કરી અને મમતાની સૂની ગોદ ભરાઈ ગઈ....

- જસ્મીન

Gujarati Story by Jasmina Shah : 111453051

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now