ચાલને બે જણાં ઘર ઘર રમીએ,
આપણા સપનાનો માળો ગૂંથી લઈએ.

સજાવીએ દરવાજા પર આશાના તોરણ,
આંગણામાં આનંદની રંગોળી પૂરી લઈએ.

વાવીએ પ્રેમના વૃક્ષ, પાન- વેલા,
ફૂલોની મહેકનું અત્તર છાંટી લઈએ.

જગાવીએ દિલમાં ઉત્સાહ અને ઉમંગ,
હૃદયના ઝરૂખે દીપોત્સવ મનાવી લઈએ.

ભરવી છે ઊંચી ઉડાન નિમિકાને પ્રેમમાં પાગલ થઈને,
ચાલને પતંગ બની દિલના આકાશમાં વિહરી લઈએ.

ચાલને હાથોમાં હાથ લઈ ફરીએ સપ્તપદીના ફેરા,
એકબીજાની હૂંફ થકી વસંત પાનખર માણી લઈએ.

ચાલને બે જણાં ઘર ઘર રમીએ,
આપણા સપનાનો માળો ગૂંથી લઈએ.

નિમિકા.






#માળો

Gujarati Romance by Nimika : 111452649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now