#તોફાની



રહેવું કેવી રીતે...? નિજ લક્ષ્મણરેખામાં...
તે આપણને શીખવતું ઘૂઘવાટ કરતાં દરિયાનું મોજુ;

રહેવું કેમ સ્થિતપ્રજ્ઞ...? જીવનની ભરતી-ઓટ પ્રત્યે,
મનમાં ઊર્મિ ભાવ જગાવતું 'આત્મીયતા'નું મોજુ;

કેવી રીતે હંકારવી...? જીવનરૂપી નૈયા મઝધારે,
સંઘર્ષોનો સામનો શીખવે એ 'તોફાની' દરિયાનું એ મોજુ;


- "કલ્પતરુ"

Gujarati Poem by Dhavalkumar Padariya Kalptaru : 111451770

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now