"મારી માં એટલે મારી સોનેરી સવાર"(કવિતા)


હા હા મારી સવાર તો માં નું મુખ જોઈ ચાલુ થાય છે,
હોય ભલે અંધારી રાત પણ માં ને જોઈને સોનેરી સવાર દેખાય છે.

આ સવારનું નાનું પંખી હું બનું જ્યારે ખુલ્લુ આભ મારી માં છે,
પહેલુ કિરણ પડે મમતાનું મુજ પર ત્યાજ મારી સવાર થાય છે.

મંદિરમાં જેમ ઝાલરૂ વાગે તેમ માં મને જગાડે છે,
પ્રસાદી રૂપી ચા દૂધ મારી માં વ્હાલ થી પીવડાવે છે.

ચાલુ થાય જ્યારથી દિવસ મારો માં જ માં દેખાય છે,
હાથ હોય જ્યારે માંનો મસ્તક પર બસ સવાર જ દેખાય છે.

હા મારી સવાર બસ મારી માં જ દેખાય છે,
હોય ભલે અંધારી રાત પણ મને સવાર જ દેખાય છે.

(મારી માં એટલે મારી સોનેરી સવાર)

-sagar

Gujarati Poem by Sagar Raval : 111450479

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now