તમે આજ સુધી જે અજાણી વાતમાં ગુંથેલાયા છો, તે આજ તમે જાણી શકો છો.
જે નથી મળ્યું આજસુધી કોઈને પણ, એમને તુ મેળવી શકે છે.
શા માટે ડરવું એ નદીઓથી, જેને તું બાંધી શકે છે.
શા માટે ડરવું એ સાગરથી, જેને તું પાર કરી શકે છે.
શા માટે ડરવું એ પર્વતથી, જેને તું ઓળંગી શકે છે.
બસ પોતાના પર વિશ્વાસ રાખ, આખી દુનિયા તું જાણી શકે છે.

તું દુનિયાની જરૂરત બન, દુનિયા તારી જરૂરત નહીં
બધા બંધનોને તોડી નાખ,જે તારી ઇચ્છાને રોકે છે.
અરીસામાં જો કાળજીપૂર્વક, તારામાં કોઇ ખામી નથી
જે કંઈ અશક્ય છે, એને તું શકય બનાવી શકે છે.
બસ પોતાના પર વિશ્વાસ રાખ, આખી દુનિયા તું જાણી શકે છે.

#પોતે

Gujarati Poem by Khushi Trivedi : 111448031

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now