સ્વયં- પ્રકાશિત

એક વિકરાળ પહાડે મને પૂછ્યું,કોણ છે તું?
પહાડમાંથી વહેતાં ઝરણાંએ મારા કાનમાં કહ્યું ; 'વહેતા નીર છીએ આપણે'.

ધગ-ધગતી ધરતીએ મને પૂછ્યું, કોણ છે તું?
તેમાંથી વિકસતા છોડવાએ મારા કાનમાં કહ્યું ; 'નવી સૃષ્ટિ છીએ આપણે'.

હાફતાં, દોડતાં સમયે મને પૂછ્યું, કોણ છે તું?
ખરતાં તારાએ મારા કાનમાં કહ્યું ; 'થંભી ગયેલી ક્ષણ છીએ આપણે'.

ખુલ્લાં આકાશે મને પૂછ્યું, કોણ છે તું?
તેમાં ઉડી રહેલા પંખીએ મારા કાનમાં કહ્યું ; 'ઉંચી ઉડાન છીએ આપણે'.

ઊંડા દરિયાએ મને પૂછ્યું, કોણ છે તું?
કિનારાને અડકતા, ટકરાતા મોજાએ મારા કાનમાં કહ્યું ; 'તરંગીત લહેર છીએ આપણે'.

હવાના પડઘાએ મને પૂછ્યું, કોણ છે તું?
ધ્વનીએ મારા કાનમાં કહ્યું ; 'સંગીતના સુર છીએ આપણે'.

પૂનમનાં ચંદ્રમાએ મને પૂછ્યું, કોણ છે તું?
અંધકારમાં ટમટમી રહેલા આગીયાએ મારા કાનમાં કહ્યું ; 'સ્વયં- પ્રકાશિત છીએ આપણે'.


#પ્રકાશ

Gujarati Song by u... jani : 111445626

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now