#શીખો
ઝાંઝવા ના ઝાડ જોઈ શીખ્યો હું
જલ્દીથી ના ભરમાઈ જવું કોઈથી
જલ્દીથી આકર્ષાઈ ના જવું કોઈથી...

સૂરજ-ચાંદ જોઈ ને શીખ્યો હું
અસ્ત પછી ઉદય અને તાપ પછી
શીતળતા આવે છે જીવન માં...

પંખીઓની ઉડાન જોઈને શીખ્યો
ક્ષિતિજ ને આંબવા પાંખો ફેલાવી
પડે છે જે વિહરે છે તે જ મેળવે છે....

જિંદગીના એક પડાવ પરથી શીખ્યો
સૃષ્ટિની દરેકે દરેક ચીજ માંથી કઈ ને
કઈ શિખવાનું હોય જ છે....

Gujarati Poem by Shree...Ripal Vyas : 111444453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now