જીવન પતંગ,
ઉડાવવા આપ્યો છે..
ઉતરજો વિશ્વાસ પર ખરા,
ખેંચ ની સાથે સાથે થોડી
ઢીલ પણ આપજો!
ક્યારેક દોરા માં
પડે ગૂંચ તો..
પ્રેમથી ઉકેલવા ની
આવડત પણ રાખજો!
સાથ અને વિશ્વાસ
યોગ્ય દિશા માં આપજો!
જીવન આકાશમાં
ખુશીથી રંગ ભરજો!
#પતંગ

Gujarati Thought by Minaxi : 111441278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now