કોરોના ગરજે !
વુહાન શહેરનો કાળ ગરજે !
ઈટલી નો યમરાજ ગરજે!
અમેરિકાનો દુશ્મન ગરજે!
ઈરાનનો કાળમુખો ગરજે!

કયાં ગરજે??
આકાશ માં ગરજે !
વાદળમાં ગરજે!
ટોળાંમાં ગરજે!
એકબીજાના મળવામાં ગરજે
પરદેશીઓના હાથોમાં ગરજે!
કોરોનાગ્રસ્ત ના શ્વાસમાં ગરજે

છીંક અને ઉધરસમાં ગરજે.,
ઉગમણો આથમણો ગરજે!
આરો ને આઘેરો ગરજે

થરથર કાંપે!
માણસ કાંપે જાનવર કાંપે
ઝાડ તણાં પાંદડા પણ કાંપે
મોટેરા કાંપે વૃદ્ધો કાંપે

બજારમાં ફરનારા કાંપે,
ઘોડિયે હીંચતા બાળકો પણ કાંપે
સૂતાં અને જાગતા સૌ કાંપે
જડ અને ચેતન સહુ કાંપે

કેવો ઝબૂકે ??
એરંડાના બીજ શો ઝબૂકે
ધતૂરાના ફેડવા શો ઝબૂકે
પાઇનેપલના ભેંગડા શો ઝબૂકે
ઓકટોપસના અંગ શો ઝબૂકે
ફૂલેરિનસની રચના શો ઝબૂકે
શીતળામાના ડાઘ શો ઝબૂકે

બહાદુરો ઊઠે!
બડકંદાર ભારતીયો ઊઠે
સેનેટાઇઝર લેતાં વીરો ઊઠે
આઈસોલેટેડ પરદેશીઓ ઊઠે
માસક પહેરેલાં બંદા ઊઠે
દાઢીવાળો નરબંકો ઊઠે
એના સહુ બિરાદરો ઊઠે
સેવાભાવી નર્સાે ઊઠે
માનવતાવાદી ડોકટરો ઊઠે
મૂછેવળ દેનાર પોલીસો ઊઠે
કર્તવ્યનિષ્ઠ સફાઈકામદાર ઊઠે
ખોંખારો ખાઈ સેવકો ઊઠે
૧૩૦ કરોડ મા ભારતીના લાલ ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
ઘરમાં પૂરાઈ સાથ આપનાર ઊઠે
જાણે આભ મિનારા ઊઠ્યા

ઊભો રે’જે!
ત્રાડ પડી અમારી તું ઊભો રે’જે
ચીનના કુત્તા તું ઊભો રે’જે!
કાયર કુત્તા તું ઊભો રે’જે
પેટભરા! તું ઊભો રે’જે !

ભય થી ભાંગ્યો !
ચીન તને ડરાવનાર ભાંગ્યો
ભારતમાંથી કાયર ભાંગ્યો
દાઢીવાળાના ભયથી ભાંગ્યો
ભારતીયોની સમજદારીથી ભાંગ્યો
પ્રજાની હિંમત જોઈને ભાંગ્યો
દેશની એકતા જોઈને ભાંગ્યો
થાળી -ઘંટના નાદથી ભાંગ્યો
ખમીરવંતા ભારતીયોથી ભાંગ્યો
સહુના લોકડાઉનથી ભાંગ્યો
નમસ્તે🙏🏻ના હુંકારથી ભાંગ્યો

Gujarati Poem by Manish Patel : 111439470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now