#Justice

ન્યાય શબ્દ અઢી અક્ષરનો જ છે, પણ આચરણ ખૂબ જ અઘરું છે, ન્યાય ત્યારે જ મળી શકે છે જ્યારે આપનાર નિષ્પક્ષ હોય, ssga- વહાલા rishvt, bhrstachar, લાગવગ બધાથી પર હોય, ખાસ તો ન્યાય કરનાર નિર્ભય હોવો જોઇએ.
ન્યાય આપનાર વ્યક્તિ સત્યનું પાલન કરનારો હોય તો જ ન્યાયની ખુરશી પર બેસી શકે. એટલે તો આપણી અદાલતોમાં મહાત્મા ગાંધીના ફોટા સાથે આપણી પરંપરિત સંસ્કૃતિનું વાક્ય લખ્યું હોય છે: 'સત્યમેવ જયતે' પણ આપણા અનુભવો કહે છે કે આ સૂત્રનું પાલન થતું નથી, આજ કાલ સત્ય, પ્રેમ અહિંસા, ન્યાય વગેરે શબ્દો પુસ્તકમાં વાંચવા માટે જ રહી ગયા છે. ખરેખર તો જે વધારે માથાભારે તે જ સારી રીતે જીવી શકે છે, આપણે જોઈએ છીએ કે કૃષ્ણથી લઈને કોરોના સુધી સંસારમાં જ્યારે જ્યારે સત્ય, ધર્મ કે માનવીય મૂલ્યો જોખમા યા છે ત્યારે ત્યારે આપણને કુદરતે સંકેતો આપ્યા જ છે. સંસારના અન્ય પ્રાણીઓ આ સંકેતો સમજે પણ છે અને એનું પાલન પણ કરે છે પણ માણસ આ સમજતો નથી.
પછી ન્યાય માટે ફાંફાં મારે છે. નીચલી કોર્ટમાં તો bhrstachar ચાલે જ છે, પણ ઉપલી kortmay મેળ પડતો નથી. કેમકે તેણે પ્રકૃતિના નિયમનું પાલન કર્યું નથી
પ્રકૃતિએ આપણને જે આપ્યું છે તેને આપણે સંસ્કૃતિમાં ફેરવી શકીએ તો આપણે ન્યાય માટે ફાંફાં ન મારવા પડે.
ન્યાય નીરક્ષિર હોવો જોઇએ. દૂધને દૂધ અને panine પાણી કરી બતાવે એ ન્યાય કહેવાય. સમાજનું નિર્માણ માત્ર માનવીએ જ કર્યું છે એટલે એને નિયમો બનાવ્યા. આ નિયમનું પાલન કરવું જોઈએ. બધા જ નિયમો આપણને માફક ન આવે તો એ નિયમો કરતાં વધારે સારી રીતે જીવીને સમાજનું દર્પણ બનવું જોઈએ. સમાજથી ઉફરા ચાલીને સમાજના માર્ગદર્શક બનવું જોઈએ. સમાજમાં નવો ચીલો ચાતરીને ચાલનારને ઘણું સહન કરવું પડે છે, આપણી સમક્ષ મીરાં, નરસિંહ મહેતા જેવા અનેક દાખલા છે, સમાજને ન્યાય અપાવવા માટે, પક્ષાપક્ષી દૂર કરવાં માટે આવા માણસો ઘણું સહન કરતાં હોય છે પણ એ લોકો ન્યાય માટે પોતાના kartvymathi ચલિત થતાં નથી. ન્યાય સાથે સત્યને અને કર્તવ્યનિષ્ઠા ને ખાસ સંબંધ છે . વાણી વર્તન અને વ્યવહાર ચોક્ખા હોવા જોઈએ.
આજકાલ આપણે ન્યાય એટલે અદાલતનો ફેંસલો એટલું જ સમજીએ છીએ, આપણે જાણીએ છીએ કે આ ફેંસલો છે ન્યાય નથી. ફેંસલો આપવામાં આવે છે ન્યાય કરવાનો હોય છે. ન્યાય કરવો અઘરો એટલા માટે છે કે ન્યાય કરનારને માત્ર દલિલ સાંભળવાની હોય છે, એણે સત્ય જોયું નથી, સાંભળ્યું નથી એ એના સાક્ષી નથી. જે કઈ બનાવ બન્યો છે તેનું બયાન રજૂ થાય છે, એને કાયદાના કાંટલે ચડાવવાનું હોય છે, પછી પોતાનો ન્યાય ન્યાયાધીશે જણાવવાનો હોય છે. એટલે ન્યાયાધીશ અહીં ત્રીજો પુરુષ છે. દન્ડ ફટકારતાં પહેલાં વધુમાં વધું તે કાયદાને જ અનુસરે છે અને ઘણી વખત કાયદો સત્યથી સો ઘણો વેગળો હોય છે. વળી આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલીએ તો કાયદો તો ખરીદી લેવાય છે. ન્યાય વેચાય ગયો છે. એટલે તો માણસ ભગવાન પાસે એવું માગે છે વૈદ્ય અને વકીલ પાસે ન જવું પડે, દવાખાનું અને અદાલતના પગથિયાં ચડવા ન પડે.
આ તો જે દેખીતાં ગુહના કરે છે એની વાત થઈ.પણ સમાજમાં ક્યાં અન્યાય નથી? શિક્ષણમાં, વેપારમાં, સરકારી કે ખાનગી નોકરીમાં, કોઈપણ સામાજિક સંસ્થામાં, રાજ્યકક્ષાના, રાષ્ટ્ર કક્ષાના કે કોઈપણ ક્ષેત્રના paritoshikoma- સંસારનો કોઈ ખૂણો ખાલી નથી કે જ્યાં અન્યાય થતો ન હોય. કુદરત ક્યારેક ન્યાય કરશે... બસ



.
.

Gujarati Thought by Rakshamem Dave NMC : 111438450
Mastermind 4 years ago

આપે તો જાણે અમારી પર આપનો ઉભરો ઠાલવ્યો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now