Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
Do These Seven Measures On Sunday To Get Success In Your Life And Praised Lord Suryadev
રવિવારે આ પ્રાચીન ઉપાયોથી પ્રસન્ન કરો સૂર્યદેવને, મળશે એકધારી સફળતા!
જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તે લોકોને ઝડપથી વેપારમાં પ્રગતિ મળતી નથી, નોકરી મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. કોઈ પણ કાર્યક્ષેત્ર મળી જાય તો તેમાં આગળ આવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કુંડળીમાં સૂર્યનો દોષ હોય તો વધારે હાનિ થઈ શકે છે. આવા લોકો માટે રવિવારે અથવા સંક્રાંતિકાળે ખાસ જ્યોતિષિય ઉપાયો કરવા જોઈએ.
જ્યોતિષ અનુંસાર જો આ દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરાવા માટે કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે અને કિસ્મતના દરવાજા ખુલી જાય છે. આ ઉપાય તમે કોઈપણ રવિવારે કે ઉત્તરાયણના દિવસે એટલે કે મકરસંક્રાંતિ પર કરી શકો છો. આ વિશેષ પ્રાચીન ઉપાયો આ પ્રકારે છે.
જે લોકોની કુંડળીમાં સૂર્ય નીચની સ્થિતિમાં હોય તે લોકો જો રવિવારના દિવસે સૂર્ય યંત્રની સ્થાપના કરી પૂજન કરે તો તેનાથી તેની કુંડળીનો દોષ દૂર થઈ જાય છે અને વિશેષ લાભ પણ મળે છે. સૂર્ય યંત્રની સ્થાપના આ પ્રકારે કરવી જોઈએ. રવિવાર દિવસે નિત્યકર્મ પતાવી સૂર્યદેવને પ્રણામ કરો. તેના પછી સૂર્ય યંત્રને ગંગાજળ અને ગાયના દૂધથી સ્નાન કરાવો. આ યંત્રનું વિધિપૂર્વક પૂજન પછી સૂર્ય મંત્રનો જાકપ કરવો જોઈએ.
મંત્ર –
ऊँ घृणि सूर्याय नम:।
જપ કર્યા પછી આ યંત્રની સ્થાપના આપના પૂજન સ્થળ પર કરી દો. આ પ્રકારે આ યંત્રનું પૂજન કરવાથી ઝડપથી સૂર્ય દ્વારા આવતી સમસ્યાઓ ઉકેલાઈ શકે છે.
તંત્રશાસ્ત્ર અનુસાર રવિવારના દિવસ ગોળ તથા ચોખા વહેતા જળમાં પ્રવાહિત કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો સૂર્યદેવને પ્રસન્ન કરવા હોય તો ભાતમાં ગોળ અને દૂધ મેળવીને ખાવું જોઈએ. આ ઉપાય કરવાથી પણ સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને શુભ પ્રદાન કરે છે.
- જ્યોતિષ અનુસાર તાંબું સૂર્યની ધાતુ છે. રવિવારના દિવસે તાંબાના સિક્કા કે તાંબાના ટુકડા વહેતા પાણીમાં પ્રવાહિત કરવાથી કુંડળીનો સૂર્યદોષ દૂર થાય છે. તેની સાથે લાલ કપડામાં ઘઊં બાંધીને દાન કરવાથી વ્યક્તિની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે.
મકર સંક્રાંતિના દિવસે સવારે સ્નાન પછી પૂર્વદિશામાં મુખ રાખીને બાજોઠ પર સફેદ વસ્ત્ર પાથરો અને તેના પર સૂચર્યદેવનું ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરો. તેની પાછળ સૂર્યદેવનો પંચોપચાર પૂજન કરો અને ગોળનો ભોગ ચઢાવો. પૂજામાં લાલ ફૂલ જરૂર રાખો. તે પછી લાલ ચંદનની માળાથી નીચે લખેલ મંત્રનો જાપ કરો. તમને પ્રસિદ્ધિ અને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
મંત્ર- ऊँ भास्कराय नम:।
ઓછામાં ઓછી 5 માળા જપ જરૂર કરો.
રવિવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઈને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપો. હવે પૂર્વ દિશા તરફ મુખ કરીને કુશના આસન પર બેસી રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો.
મંત્ર- ऊँ आदित्याय विदमहे दिवाकराय धीमहि तन्न: सूर्य: प्रचोदयात।
ઓછામાં ઓછા 5 માળા જપ જરૂર કરો. આ પ્રકાર મંત્ર જપ કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થઈ જશે. જો આ મંત્રનો જાપ દર રવિવારના કરવાથી ઝડપથી લાભ થાય છે.