#પાગલ

જીંદગી માં થોડુ પાગલપન પણ જરૂરી જ છે.

કાંઈક બનવા માટે,
કાંઈક પામવા માટે,
કોઈક ને ખુશ જોવા માટે,

પાગલ બની ને પણ કોઇક નાં ચહેરા પર ખુશી લાવી શકાય છે. કાંઈક નવું કરવા માંગતા હોય તો તે કરી શકીયે છીએ.ઘણી બધી વાર એવું બને કે ધ્યાનમાં નો લેવાની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીયે છીએ અને જ્યાં ધ્યાન દેવાનું હોય ત્યાં થી નજર સામે હોય તો પણ જોતાં નથી. અને જે કામ કરવા માંગતા હોય તે કામ બાજુ માં મુકી નો કરવાનું કામ કરવા લાગીએ છીએ.

પાગલ બનવું અટલે જરૂરી છે કે કોઈ સારુ કરવા જતું હોય તો તને રોક ટોક લાગવા વાળા ઘણાં હોય છે. આપણને ખબર પણ નાં હોય તેવી વાતો સામે વાળા કરતાં હોય છે.આપણે આગળ વધવા નો પ્રયાસ કરતાં હોય અને સામે વાળા આપણે પાછળ લઈ જવાનો પ્રયાસ કરતાં હોય છે. જો પાગલ બની ને કરીશું તો આ બધી બાબતો આપણે જલદી થી આપણાં દુર કરી શકીએ છીએ. જેવી રીતે નાના બાળકો સાથે નાના બાળક બનવું પડે છે. તો બાળક પણ ખુશ થઈ જાય છે. તેવી જ રીતે કાંઈક બનવા માટે પાગલ બનવું પડે છે.

બસ કોઈ ની પાછળ એટલું પાગલ નહી બનવાનું કે આપણી પાસે હોય તે બધું ગુમાવી દઈએ અને સામે વાળા ને આની કોઈ કદર નાં હોય. આપણાં પાગલપન થી કોઈ ને હિંસા નાં થવી જોઈએ, કોઈ ને દુઃખ નાં થવું જોઈએ,


અને એટલું બધું પાગલ પણ નહી બનવાનું કે કોઈ પાગલખાને મુકી આવે.આપણે આપણી જીંદગી માં બધું માપસર હોવું જરૂરી છે. વધારે પડતો પ્રેમ પણ સારો નથી, નફરત પણ સારી નથી, અને વધારે પડતું પાગલપન સારુ નથી.

Gujarati Thought by kakdiya vaishu : 111434186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now