પાનખર જેવી જિંદગી હતી,વસંત તેમાં ફેલાઈ ગઈ,
પરિચય તારો થયો એવો કે હોઠો પર મુસ્કાન છવાઈ ગઈ.

વર્ષોથી રણમાં ફરતો હતો તરસ્યો,તરસ મારી બુઝાઈ ગઈ,
પરિચય તારો થયો એવો કે દિલમાં ઠંડક પ્રસરી ગઈ.

મુર્જાયેલા ફુલ સમાન ચહેરો હતો,તાજગી તેમાં રેલાઈ ગઈ,
પરિચય તારો એવો થયો કે પ્રસન્નતા તેમાં છવાઈ ગઈ.

#પરિચય

Gujarati Poem by Rathod Niral : 111432955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now