#સાંભળવુ

તારો ઠપકો જેમાં હૃદયથી ચિંતા છે તે સાંભળવું ગમે છે...

તારી પ્રેમ ભરી લોરી જે નીંદર લાવે તે સાંભળવું ગમે છે...

તારા મુખે થી નીકળેલા શબ્દો જે હારને પણ જીત બનાવી દે તે સાંભળવું ગમે છે...

તારા મુખનું હાસ્ય જે મને રાજી જોવાથી આવે તે સાંભળવું ગમે છે..

તારા આખા દિવસનો થાક હોવાં છતાં હું થાકી નથી
તે સાંભળવું ગમે છે...

હર એક ક્ષણ પરિવારનું હિત ચાહવા વાળી 'મા' તારો એકે એક શબ્દ મને સાંભળવો ગમે છે

દરેક માતાઓને સમર્પિત.......,🙏🏻

Gujarati Poem by Bansari Patel : 111429340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now