#ગઝલ

આંખો માં ઉફાણ લઈને
વીંધે તીખું બાણ લઈને

ધીરજના ભંડાર ખુટે છે
આપી ગ્યા બે દાણ લઈને

ઝીલી રાખી જાત પરાણે
આવ્યા કેવી તાણ લઈને

કડવા જગમાં બાથ ભરે તું
મધની મીઠી ખાણ લઈને

છે કેવો આ પ્રેમ સરળ પણ
આવ્યા સૌ રમખાણ લઈને

છોડી જાજો, એક શરત છે
નિકળો મારા પ્રાણ લઈને

ચાહત

Gujarati Shayri by Chahat : 111423163
Chahat 4 years ago

😊🙏🙏🙏 ખૂબ ખૂબ ધન્યવાદ સર

મોહનભાઈ આનંદ 4 years ago

વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now