સાદ આપી ખબર પૂછી લે કોઈ ,...!
એવું ગામડું હું ક્યાથી લાવું...?

આંગણામાં થોડા આટાં-ફેરા કરી લઈએ એવું, ...!
એ ઘરનું આગણું હું કયાંથી લાવું..?

ઓટલે બેઠા બેઠા ગામનુ ખબર લઈ લે એવું,..!
એ ઓટલો હું કયાંથી લાવું..?

ઊંચાઈએ બનેલા આ સિમેન્ટના ખોખામાં,...!
એ લિંપણની ઠંડક હું કયાંથી લાવું...?

આ વાહનોના ઘોંઘાટ અને ડામરના ડામમાં,...!
પક્ષીઓનો કલરવ,એ માટીની સોડમ હું કયાંથી લાવું...?

ચહેરો જોઈ સમજી લે કોઈ,...!.
એવી અમીનજર હું કયાંથી લાવું...?

માઈલો દૂર રહી અનુભવાતી આકરી એકલતામાં,..!
એ 'પરિવારની હુંફ' હું કયાંથી લાવું...?

-વિદ્યા પાડવી. જિ-તાપી.4/5/2020.

Gujarati Poem by Vidya : 111423043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now