આપણી સામે બે રસ્તા હોય છે કાં તો સમસ્યાથી દૂર થઈ જાઓ, કાં તો વિરોધ કરો. કોઈ ખોટું કરે છે તો આપણને લાગતું વળગતું ન હોય તો ખસી જઈએ, પણ કલમની તાકાત તલવારથી પણ તેજ છે એવું મનાય છે તો એ અજમાવી જોઈએ. matrubharti એ સ્પર્ધા યોજી ને વિજેતા પણ નિશ્ચિત કર્યા, પણ હવે બે મહિના પછી કહે છે કે વિજેતાઓની રચના મૌલિક નથી, તો ઈનામમાં કાપ મૂકી દીધો. એ સિવાય પણ લખનાર માટે એવા શબ્દો બોલાયા જે એમને હતોત્સાહ કરી દે. આ કઈ હદે યોગ્ય ? ભલે મારા શબ્દોની અસર થાય કે ન થાય પણ મને એટલો સંતોષ હશે કે આવી તાનાશહીનો મેં વિરોધ તો કર્યો.....

જેમનો હક છે એમને ઈનામ મળવું જોઈએ....

Gujarati Questions by HINA DASA : 111419717
HINA DASA 4 years ago

ના એટલા હાઇફાઈ માણસો પણ નથી આ બધા, ને આ પ્રશ્ન હલ પણ થઈ ગયો હવે તો.... રહી વાત કૃતિઓની કોપીની તો એ તો સનાતન રહેવાનું જ છે.....

અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi 4 years ago

અહીં નેપોટીઝમ ચાલે છે કે શું ? ખરેખર લોકો સુધરતાં પણ નથી મારી બહુ બધી કૃતિઓ પર લોકોએ એમના નામ ચઢાવી દીધા હતાં બોલો....શું વ્યક્તિઓ આટલી બધી હલકટાઈ કરી શકે ? જનરલ વાત છે

HINA DASA 4 years ago

ખૂબ ખૂબ આભાર સ્નેહા, સહકાર જ મહત્વનો છે અમારા માટે

Sujal B. Patel 4 years ago

તમારી સાથે શું બન્યું?? એ મને નથી ખબર, પણ વાત હકની છે, તો દરેકને હક માટે લડવું જોઈએ. જરૂર પડે તો સાથ પણ આપશું.

HINA DASA 4 years ago

ખૂબ ખૂબ આભાર સમજવા બદલ... ચોક્કસ જરૂર પડશે ત્યારે યુનિટીમાં આપ પણ સામેલ જ છો...

Kish 4 years ago

હક માટે અવાજ ઉઠાવવો કઈ ખોટો નથી બધા ભેગા મળીને ઉઠાવીએ અન્યાય ની સામે લાલ આંખ કરી લડવું જોઈએ હું એમ નથી કહેતો કે પૈસા માટે કોઈ લખે છે. આપને થોડો સમજવા ફેર થયો લાગે છે. જોઈએ આગળ શું થાય એ જણાવતા ર હે જો.. બને તો હું મદદ કરીશ

HINA DASA 4 years ago

વાત અહીં જીતવાની કે પૈસાની નથી અમુક રૂપિયા માટે કોઈ નથી લખતું, પણ વાત હક અને સ્વમાનની છે, હક માંગ્યો ત્યારે ઘણા એવા શબ્દો બોલાયા જે લખનાર ને હતોત્સાહ કરી શકે ને જેને ઇનામ મળ્યું એ એમની મહેનતનું હતું તો મળવું જ જોઈએ

Kish 4 years ago

મે પહેલા પણ પોસ્ટ મૂકી હતી કલમ ને સ્પર્ધા માં ભાગ લેવા ન ચલાવો કલમ ને સ્વતંત્ર રાખો અન્યાય થાય તો ભાગ લેવાનું જ બંધ કરી દો..

HINA DASA 4 years ago

એપવાળાએ જે લોકોને ઇનામ મળ્યું હતું એમાં કાપ મુક્યો હતો, પણ હવે એ લોકોએ કહ્યું કે એ અમુક શરતો સાથે ઇનામ આપશે હવે જોઈએ શુ કરે છે...

Kish 4 years ago

શું થયું કોઈ મને કહેશે??

Ravina 4 years ago

આ ખરેખર અયોગ્ય છે ને વિરોધ તો થશે જ.. મૌલિક શબ્દો થકી... જેથી મૌલિકતા નું પણ ઉદાહરણ મળે..

Bhavesh 4 years ago

સાચી વાત

Shefali 4 years ago

એક દમ સાચુ સખી.. સચોટ વાત કહી

હરિ... 4 years ago

સાચી વાત.. 👍👍

Tinu Rathod _તમન્ના_ 4 years ago

સાચી વાત છે..👍

ધબકાર... 4 years ago

સાચી વાત છે. છેલ્લી ઘડીએ પોતાની ફેવરમાં નિયમો ઘડી નીતિમત્તાના પાઠ ના શિખવવા જોઈએ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now