#ભવ્ય

=======================
સુખદુઃખ મનના , સાથી સદા ભવ્ય છે,
અનુકૂળ પ્રતિકૂળ ભાવ,સદા ભવ્ય છે;

મન બુધ્ધિ ઈન્દ્રિયો,સેવક સમર્થન ઘણા,
લગામ સંયમની રાખવી ,અદા ભવ્ય છે;

છે કર્મબંધન ફેડવા, જન્મ મરણ ના ચક્ર,
અકર્મણ્ય સ્થિતિ મનની, સદા ભવ્ય છે;

મન વિચારો માં, મનોરથો , સેવતા રહીને,
નિર્મળ બુધ્ધિ નિર્ણય કર્યો,સદા ભવ્ય છે;

આનંદ મય જીવનની , અનુભૂતિ જ્ઞાન માં,
પ્રત્યક્ષ પરોક્ષ સાક્ષીભાવ ,સદા ભવ્ય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111419437

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now