Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
જાણો ક્યારે છે શનિ અમાસ અને શું છે તેનું વિશેષ મહત્વ
અમાસની તિથિને આમ પણ વિશેષ તિથિ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન અને પૂજા પાઠ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આમાય જો આ અમાસ શનિવારે આવતી હોય તો તમારા માટે આ ખુબજ ફળદાયક છે. શનિ અમાસે વિશેષ પ્રયોગોથી શનિ દેવની કૃપા સરળતાથી મળી શકે છે. ખાસ કરીને રોજગાર અને નોકરીની સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. આ વખતે શનિ અમાસ 4 મેએ આવે છે.
જો તમારી સાથે વારંવાર દુર્ઘટના થઈ રહી હોય તો
જો તમારી સાથે વારંવાર દુર્ઘટના થઈ રહી હોય તેમજ તમને પગમાં અને હાડકાઓમાં લાગતુ હોય તો આવા સમયે શનિ અમાસના દિવસે સાંજના સમયે એક લોખંડની કડી મધ્યમા આંગળી પર ધારણ કરી લો. આનાથી ફાયદો થશે. આ દિવસે સરસોનાં તેલમાં તમારૂ પ્રતિબિંબ જોઈને તેનું દાન કરો.
જો તમને નોકરી કે રોજગારની સમસ્યાઓ આવી રહી હોય
તમારા તમામ પ્રયાસો પછી નોકરીની સમસ્યાઓ સમાપ્ત ન થતી હોય તમામ પ્રયત્નો કર્યા પછી નોકરી મળતી નથી તો શનિ અમાસે પીપળાના વૃક્ષની નીચે સરસોના તેલના નવ દિવડાઓ બનાવી પ્રગટાવો. ત્યારબાદ વૃક્ષની નવ પરિક્રમા કરો અને નોકરીની સમસ્યાની સમાપ્તીની પ્રાર્થના કરો.
જો તમારી સાથે વારંવાર વિવાદ થઈ રહ્યો છે, કોર્ટ કચેરીના કેસ તમને પરેશાન કરી રહ્યા છે
જો કોઈ કારણ ન હોય તો પણ તમને વારંવાર વિવાદ થઈ રહ્યો છે. કારણ વગરના કોર્ટ કચેરીના ચક્કરમાં પડ્યા છો તો શનિ અમાસ પર તમારા વજનના 10માં ભાગનાં કાળા તલ, કાળા અડદ દાનમાં આપો.
આ દિવસે ગળ્યુ બિલ્કુલ ન ખાઓ.
જો ધનની કે સંપત્તિની સમસ્યા હોય તો
દરિદ્ર નારાયણ તમારી પાછળ પડી ગયા હોય. તમામ પ્રયાસો પછી ધન ખર્ચ વધી જાય તો જો તમે એક એક પૈસાના મોહતાજ બની રહ્યા હો તો પણ શનિ અમાસે કાળા વસ્ત્રોમાં સિક્કાઓનું દાન કરો. આ દિવસે “ॐ પ્રાં પ્રી પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:”ની ત્રણ માળાનો જાપ કરો.
જો તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય તો
જો તમારૂ સ્વાસ્થ્ય નિયમિત રૂપથી ખરાબ હોય કોઈને કોઈ સ્વાસ્થ્યની સમસ્યાઓ આવતી જ રહે તો તમારે શનિ અમાસે આ ખાસ ઉપાય કરવો જોઈએ. અમાસના દિવસે એક કાળા કપડામાં કાળા તલ, સરસોનું તેલ અને કેટલાક સિક્કાઓ માથા પરથી નવ વાર ઉતારી તેને કોઈ નિર્ધન વ્યક્તિને દાનમાં આપવાં જોઈએ.
જો શનિની સાડાસાતી ચાલતી હોય તો
જો તમારા તમામ સારા કામો બગડી રહ્યા હોય. સફળતા આવતી જ ન હોય. શનિ અમાસે સાંજે શનિ મંત્ર “ॐ શં શનૈશ્ચરાય નમ:”ની 11 માળાનો જાપ કરો. કોઈ નિર્ધન વ્યક્તિને ભોજન કરાવો. ભોજન કરાવતી વખતે ધ્યાનમાં રાખો આમાં કોઈ મીઠી વસ્તુઓ ન હોવી જોઈએ.