આ ક્યા દુકાળ નું કરજ એણે વાળ્યું ...

તરસે બળી ધરણિ એક બુંદ માટે
હવે કળે છે એને આ જળ

ક્યાં જતો રહયો એ આભ માં
ખુલ્લા મૂકી બધા નળ

.......................................................

મેદાન, ખેતર,બાગ, વન ને કેટલું જોઈએ જળ?
બધે ફરી વળ્યું છે જળ
એ કોરું કોરું રહેવું કેટલું સારું હતું,
યાદ આવે છે એ પળ

નીર! તું હવે આકાશે પાછું ચડ
ક્યાં જતો રહયો એ આભ માં
ખુલ્લા મૂકી બધા નળ

સ્વાગત કર્યું માટી ની સોડમ થી
આવકર્યો તને મોર નાં ટહુકા થી
આ શું કર્યું તે અનરાધાર વરસી ને?
કોહવાયા પાન
ડોહળાઇ સોડમ
તારા અતિ થી...

ઢળેલાં વૃક્ષ, પશુ પંખી ના ટોળાં દે જાકારો,
જા પાછો વળ....
ક્યાં જતો રહયો એ આભ માં
ખુલ્લા મૂકી બધા નળ

કૂવા, તળાવ ને નદી ને આવે છે ઉબકા
અતિ થી ઘવાયો છે જીવ
તણાઈ ગયો છે આનંદ તને જોવાનો
તું થોભે તો આવે જીવ !

ઉભરાતી લીલોતરી કહે ,
જ્યાં નથી ત્યાં જઈ ને પડ

ક્યાં જતો રહયો એ આભ માં
ખુલ્લા મૂકી બધા નળ....


#દુકાળ

Gujarati Poem by #KRUNALQUOTES : 111414211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now