આ સુંદર આકાશ આટલું ઉંચે કેમ જિ‌જ્ઞાસા થાય જાણવાની,
આ ધરા ગોળ છતા સપાટ જિજ્ઞાસા થાય જાણવાની,
દરિયા નુ પાણી ખારું અને નદીઓ મીઠી મધુર જિજ્ઞાસા થાય જાણવાની,
મોર નો ટહુકાર મીઠો,કાગડા ની કર્કશ વાણી,જિજ્ઞાસા થાય જાણવાની,
ગુલાબ ની કાંટાળ ડાળી,કમળ ને કાદવ ભરપૂર પાણી,જિજ્ઞાસા થાય જાણવાની,
કહેવાતા એક સરીખા પણ નખશીખ નોખેરા માનવી,જિજ્ઞાસા થાય જાણવાની,
બોલકણી,વાતોડી ને અબુજ મુજ ને જીવનભરનો સાથ ધીર ગંભીર તુજનો,કુદરત નો આ અજબ મેળ,
જિજ્ઞાસા થાય જાણવાની,મુજ ને જિજ્ઞાસા થાય જાણવાની.

-pandya Rimple

#જિજ્ઞાસા

Gujarati Poem by Pandya Rimple : 111411497
Pandya Rimple 4 years ago

ખૂબ ખૂબ આભાર

મોહનભાઈ આનંદ 4 years ago

ખૂબ સુંદર યુગલ સ્વરૂપે દર્શન.....જય હો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now