# ઢળતી સાંજ

કરચલીથી લથબથ દેહ ને હૃદયમાં કોમળતા,
વિચારોમાં વિરાટતા ને શબ્દોમાં સુચકતા,
એ જ તો જીવનની ઢળતી સાંજ છે.

પૌત્ર પૌત્રીઓને મેળવવાની ખુશી,
ને પુત્ર પુત્રીઓથી થી દૂર થવાની ભીતિ,
એ જ તો જીવનની ઢળતી સાંજ છે.

કર્મથી નિવૃત્તિ ને ધર્મમાં પ્રવૃત્તિ,
જાણતા બધું જ અથ થી ઇતિ,
એ જ તો જીવનની ઢળતી સાંજ છે.

ભૂતની ભવ્યતા ને ભાવિનો અંધકાર,
કોઈને સુવર્ણ તો કોઈને સુનો સંસાર,
એ જ તો જીવનની ઢળતી સાંજ છે.

અંગોમાં ધ્રુજારી ને હોય હૈયે કંપારી,
આજ નહિ તો કાલ હશે બધાની વારી,
એ જ તો જીવનની ઢળતી સાંજ છે.

-હિરેન નથવાણી

Gujarati Poem by Hiren Nathvani : 111410719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now