Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
હથેળી પર નહીં પગમાં જો હોય આ લકી નિશાન, ખુબ બનાવે ધનવાન
આપણે સૌ માનીએ છીએઁ કે કિસ્મનતની રેખા હાથમાં હોય છે. આપણે જ્યારે ભવિષ્ય જોવાનું વિચારીએ સૌ પ્રથમ આપણો જમણો હાથ ધરી દેતા હોઈએ છીએ. હસ્તશાસ્ત્ર ચોક્કસ આપણું ભવિષ્ય કેવુ છે તે દર્શાવે છે પણ શું તમે જાણો છો કે પગમાં રહેલી રેખાઓ પણ તમને ભાગ્યશાળી બનાવે છે.
જો તમારા હાથમાં લકી રેખા નથી તો તમારે ડરવાની જરૂર નથી તમારા પગમાં જો હશે આ લકી રેખા તો તમે થઈ જશો ધનવાન લક્ષ્મીજીના ચાર હાથ તમારા પર રહેશે. તમે તમારા પગની રેખોઓને ધ્યાનથી જોશો તો આ નિશાનીને જોઈ શકશો. તમારા પગમાં આવી કેટલીક રેખાઓ અને ચિહ્ન હોય છે જે તમને ભાગ્યશાળી બનાવી દેશે.
પગમાં કિસ્મતની રેખા
સમુદ્રશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યુ છે કે જે વ્યકિતના પગથી તળીયા સુધી આખા નીચેના ભાગને બે ભાગમાં વહેંચી દેતી હોય તેવી રેખા હોય છે અંગુઠાથી લઈને ત્રીજી આંગળી સુધી પહોંચાડે છે તે ખુબજ નસીબદાર હોય છે. આવી રેખા ધરાવતી વ્યક્તિ હંમેશા ધન-દૌલતથી ભરપુર તેમજ રાજ કરે તેવી કિસ્મતનો માલિક હોય છે. સામાજીક ક્ષેત્રે પણ તેને ખુબજ પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મળે છે. જે ક્ષેત્રે હાથ નાંખે ત્યા તેને સફળતા મળતી હોય છે.
ધન-સમૃદ્ધિ રેખા
ડાબા પગના અંગુઠાની નીચે જો એક સીધી રેખા હોય તો તમે ખુબજ ભાગ્યશાળી છો. સમુદ્રશાસ્ત્ર અનુસાર આ રેખાને ધન-સમૃદ્ધિની રેખા કહેવામાં આવે છે. આ રેખા જેટલી લાંબી વ્યક્તિ એટલો જ ભાગ્યશાળી. આવી રેખા ધરાવનાર વ્યક્તિ ખુબજ ઉદાર, ગુણોનો સ્વામી, ધર્મકર્મમાં વિશ્વાસ રાખનારો હોય છે દાન-પુણ્ય કરવામાં આગળ પડતો હોય છે. સમાજમાં તેમનું માન હોય છે.
સ્વસ્તિક ચિહ્ન
પગના તળીયે જેને સ્વસ્તિક ચિહ્ન હોય છે તે ખુબજ તાકાતવાન, શક્તિશાળી અને હિમ્મતવાન હોય છે. લક્ષ્મીજીની તેમના પર વિશેષ કૃપા રહેલી હોય છે. સમૃદ્ધિનો તે માલિક હોય છે. આવી વ્યક્તિ ખુબજ ધાર્મિક કાર્યો કરે છે.
ત્રિશૂળ રેખા
પગની એડીથી મધ્યમા આંગળી સુધી જતી રેખાના અંતે ત્રિશૂળ એટલેકે ત્રણ રેખાઓ આવેલી હોય તે વ્યક્તિ ખુબજ ઉદાર હોય છે. શુભ કાર્યો કરવા તેને ખુબજ ગમે છે. આવા લોકો ખુબજ બુદ્ધિમાન હોય છે. તેમનો ઠસ્સો જ એટલો હોય છે કે જોનારા તેને જોતા જ રહે છે.
ગજ રેખા
સમુદ્રશાસ્ત્રમાં ગજ રેખાને સ્વસ્તિક રેખાની જેટલીજ શુભ ફળ આપનારી માનવામાં આવે છે. આ રેખાની ઓળખ હાથીની સુંઢ જેમ એડી બાજુ જતી રેખાથી થાય છે. આ રેખા હોય તો રાજા જેવો વૈભવ મળે છે. ભૌતિક સુવિધાઓથી ભરપુર તેમનું જીવન વ્યય થાય છે.