પ્રકૃતિ....
----------------
સદીઓ અગાઉ...
મડાગાસ્કર ત્થા મોરેશિયસ જેવા અલિપ્ત ટાપુ પર, જેનું આયુષ્ય બસો થી વધારે (અંદાજે) વર્ષ તો સામાન્ય હતું તેવા ખુબ ઊંચા વિશાળકાય વૃક્ષો નું ત્થા ત્યાંના અલભ્ય પક્ષીઓનું, જગતના સહુથી ક્રૂર પ્રાણી, એવા માણસ જાત થી નિકંદન નીકળી ગયુ.
તે સમયે આ નિર્જન ટાપુઓ પર ડચ નામના પરદેશી લોકો વેપાર અર્થે કે નવો વિસ્તાર શોધવા, કે ત્યાંની જમીન પર કબજો જમાવી રાજ કરવા ના કે અન્ય કોઈ , સ્વાર્થ પૂર્ણ આશય થી ઉતર્યા હશે.
પણ કિનારે તેમનું વહાણ લાંગરતા, ત્યાં મોટી વસ્તી ધરાવતા ને ઊંચા વિશાલકાય મોટા લગભગ ત્રણ ફુટ જેવી લંબાઈ ની પાંખો ધરાવતા ને સરેરાશ પંદરેક કિલોનું વજન ધરાવતા, દેખાવમાં મોટા મરઘા કે બતક ની પ્રતિકૃતિ ધરાવતા, બીક લાગે પણ સ્વભાવે નમ્ર અને અહિંસક એવા 'ડૉડો' પક્ષીઓ તેમની તરફ આવી અને ફરવા લાગ્યા.
ડચ લોકો એ, ત્યાં પુષ્કળ વનરાજી કે જેમાં ફળ-ફળાદી ઉપલબ્ધ હોવા છતાં, પોતાના શોખ ખાતર,
ડૉડો પક્ષી નો શિકાર કરી, રાંધીને આરોગવાંનું શરૂ કર્યું.
(તા ૨૮ એપ્રિલ ૨૦૧૯ ની ગુજરાત સમાચાર ની રવિ પૂર્તિ માં આવેલ લેખમાં, મેઘના દેવ બર્મન જણાવે છે કે આ પક્ષી વજનમાં ભારે હોઈ ઉડી શકતા ન હતા, તેની ડોક ના ભાગનું માંસ ખુબ સ્વાદિષ્ટ હોઈ એકસાથે ૨૫ થી વધુ ના શિકાર કરી તેઓ ખાતા અને બાકીના ને મારી મીઠું ભરી પીઝર્વ કરી સ્ટોર કરીને કરતા)
કાળક્રમે એક સમય એવો આવ્યો કે ડૉડો નું અસ્તિત્વ જ ના રહ્યું.
હવે મૂળ વાત કે ત્યાં દરિયા પટ્ટી પર (Coastline strip) જે ઉપર જણાવ્યા મુજબ ની વનરાજી પાંખી થતા માનવ જાતિ દ્વારા તેના બીજ નું રોપણ કરી વૃક્ષો ઉછેરવા ના પુષ્કળ પ્રયત્નો થયા પણ તે વૃક્ષોની ફર્ટિંલિટી શક્ય ના બની.
સંશોધન કરતા વિગત એવી ધ્યાને આવી કે ડૉડો પક્ષી આ વૃક્ષો ના ફળ ખાતા હતા અને તેમના જઠર માં પચેલા ખોરાક માં તેના બી આખા રહેતા અને તે પક્ષીઓ ની ચરક માં નીકળતા આખા બી જઠર માં થયેલી પ્રોસેસ ને કારણે ઉછેર માટે ની યોગ્યતા પામતા હતા, અથવા કુદરતે તેવી પ્રાકૃતિક સાઇકલ ની રચના કરી હશે....
માણસ ની પ્રક્રુતિ વિરૂધ્ધ ની આ વૃત્તિ થી આજની તારીખે આ વૃક્ષો અને પક્ષીઓ અને ત્યાં ના દરિયાઈ કાચબા જે તેના શરીર માંથી નીકળતા તેલ અને માંસ માટે તેનો શિકાર કરવામાં આવ્યો તે, ફક્ત તસવીર માં જોવાના બચ્યા છે...
( પ્રક્રુતિ-
એ દરેક અસ્તિત્વ ધરાવતા તત્વો ને ધ્યાનમાં રાખી તેને અનુકૂળ થાય તે રીતે વર્તે છે વિકશે છે અને કુદરતી રીતે જ મદદરૂપ થવા માટે સંચરે છે....
તેની વિરુદ્ધ નું વર્તન, પ્રક્રુતિ માં કરાતી ખલેલ આપત્તિ નું સર્જન કરે છે...
સમય સમય પર પ્રક્રુતિ આ અંગે ચેતવણી પણ આપે છે...
પરંતુ-
માણસ તેને ઘોળીને પી તો રહે છે અને તેના કારણે અન્ય લોકો, અન્ય પ્રજાતિઓ પણ ભોગ બનતા રહે છે...
પ્રક્રુતિ ની વંદના ની તેઓને સદબૂધ્ધિ પ્રાપ્ત થાય એજ પ્રાર્થના...)
અસ્તુ....
********************
દિનેશ પરમાર 'નજર '
૨૨ - ૦૪ - ૨૦૨૦

Gujarati Blog by DINESHKUMAR PARMAR NAJAR : 111407041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now